________________ 316 શ્રી શાંતિનાથ ચરિત્રકરાવ્યું. ત્યારપછી સુલસે પિતાનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી 2 ઉપાર્જન કરવામાં ઉત્સાહી થઈ તેણે કેદાળે વિગેરે સામગ્રી એકઠી કરી રત્ન મેળવવા લાગ્યું. એમ કરતાં એક દિવસ તેને એક મેટા મૂલ્યવાળું રત્ન હાથ લાગ્યું. તે રત્ન કાઈ પણ ઉપાયથી પોતાના શરીરમાં ગુપ્ત કરી ખાણમાંથી બહાર નીકળી તે એક રન વિના બીજા સર્વ રતનનો ભાગ રાજાના પંચકુળને આપી પૂર્વદિશાના અલંકાર રૂપ શ્રીમતપત્તન નામના નગરમાં જઈ તે રને વેચી તે ધનવડે કરિયાણાં લઈ ફરીથી પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં એક મહા ભયંકર અટવી આવી. તેમાં દાવાનળ થવાથી તેનાં સર્વ કરિયાણું બની ગયાં. ફરીથી એકલી થઈ કેઈક ગામમાં ગયો. ત્યાં ગામની બહાર એક પરિવ્રાજકને - જોઈ તેને પ્રણામ કરી તેની પાસે બેઠો. પરિવ્રાજકે તેને મધુર - વચનેથી સંતુષ્ટ કરી પૂછયું કે –“હે વત્સ! તું ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? અને શા કારણથી પૃથ્વી પર એકલે ફરે છે ?" તે સાંભળી સુલસ બે કે -" હું અમરપુરને રહીશ વણિક છું, અને ધનને માટે પૃથ્વી પર સર્વત્ર ભ્રમણ કરૂં છું.” તે સાંભળી પરિવ્રાજક બે કે–“હે વત્સ! તું કેટલોક કાળ મારી પાસે રહે, હું તને ધનેશ્વર કરીશ.” તે સાંભળી “આપની મોટી કૃપા.” એમ કહી સુલસ તેની પાસે રહ્યો. પરિવ્રાજકે તેને કોઈને ઘેર જમવા મોકલ્યા. ત્યાં તે જમીને આવ્યો. પછી તેણે પરિવ્રાજકને પૂછયું કે - હે પૂજ્ય ! ક્યા ઉપાયથી તમે મને ધનાઢ્ય કરશે?” તે બે કે " હે વત્સ ! સાંભળ. મારી પાસે રસકૂપનો કપ છે. તેના રસના એક જ બિંદુથી ઘણું ભાર લેતું સુવર્ણ થઈ જાય , છે, માટે તેની સામગ્રી તું મેળવ. તેમાં પ્રથમ તે એક મોટું 1 . ભેંસનું પૂંછડું મને લાવી આપ.” આ પ્રમાણે તેના કહેવાથી સુલસે પિતાની મેળે મરી ગયેલી કઈ ભેંસનું પૂછડું લાવી તેને આપ્યું. તે પૂંછડું તે યોગીએ છ માસ સુધી તેલમાં બોળી રાખ્યું. પછી તે યોગીએ એક હાથમાં કલ્પ પુસ્તક અને બીજા હાથમાં પૂંછડું રાખ્યું; તથા સુલસના મસ્તક પર બે દોરડાં, બે તુંબડા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust