________________ 312 શ્રી શાંતિનાથ ચરિત્ર. હતો, તે જોઈ તુલસે તેને વ્યાપારમાં સહાય કરી. તેમાં સુલસની વ્યાપાર સંબંધી ચતુરાઈ જોઈતે દુકાનના શેઠે હર્ષ પામી વિચાર્યું કે-“અહો ! આ સહુરૂષની કેવી કળા છે ! આજે આની સહાયથી મને માટે લાભ થયે, માટે આ પુરૂષ કોઈ સામાન્ય નથી." એમ વિચારી તેણે પૂછયું કે-“હે ભદ્ર! તું ક્યાંથી આવે છે ? અને તારે ક્યાં જવું છે?” તે સાંભળી સુલસે જવાબ આપ્યો કે“હું અમરપુર નગરથી અહીં આવ્યો છું.” શ્રેષ્ઠીએ ફરી પૂછયું તું અહીં કેને ઘેર અતિથિ થવાનો છે?” ત્યારે તેણે વિનય સહિત જવાબ આપ્યો કે-“હે શેઠ! હું તમારાજ અતિથિ છું.” તે સાંભળીને શેઠ તેને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં અત્યંગ, ઉદ્વતન, સ્નાન, ભજન વિગેરે કરાવી તેને ફરીથી આવવાનું કારણ પૂછયું, ત્યારે સુલસે કહ્યું કે-“હે તાત ! હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર નીકળે છું. મને કોઈ દુકાન ભાડે અપા, ત્યાં બેસી હું વ્યાપાર કરીશ.” ત્યારે તે શેઠે તેને એક દુકાન બતાવી. ત્યાં બેસીને સુલસ દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યું. છ માસમાં તેણે બમણું નૈયા મેળવ્યા. ત્યારપછી તે દ્રવ્યથી કરિયાણ ગ્રહણ કરી મેટ સાથે સહિત સમુદ્રના કિનારા પાસે રહેલા તિલપુર નામના નગરમાં વ્યાપાર કરવા ગયા. ત્યાં પણ તેને મનોવાંછિત લાભ થયે. ત્યારપછી અધિક લાભને માટે વહાણમાં કરિયાણ ભરી પોતે તેમાં આરૂઢ થઈ રત્નદ્વીપમાં ગયો. ત્યાં ભેટને ગ્રહણ કરી તે દ્વીપના રાજાને મળવા ગયે. રાજાએ પણ તેનું સન્માન કરી અર્ધ દાણ માફ કર્યું. ત્યારપછી ત્યાં ઈચ્છિત લાભવડે કરિયાણાં વેચી વિવિધ પ્રકારનાં રત્ન ગ્રહણ કરી ઘણું ધન એકઠું કરી તે પોતાના દેશ તરફ જવા માટે વહાણ પર ચડ્યો. માર્ગમાં જતાં દુર્ભાગ્યના ગે સમુદ્રમાં તેનું વહાણ ભાંગી ગયું, સર્વ ધન નાશ પામ્યું, અને પોતે એક પાટીઉં હાથે આવવાથી તેવડે તરીને પાંચ દિવસે સમુદ્રકિનારે પહોંચે. ત્યાં ઘણાં કેળનાં વને જોઈ તેના મનહર કેળાંવડે પ્રાણવૃત્તિ કરી કઈક ઠેકાણે પાણી જોઈ તેનાવડે તૃષાનું નિવારણ કરી સ્વસ્થ થઈ મનમાં વિચાર કરવા P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust