________________ ભાઇ પ્રસ્તાવ. 311 વેશ્યામાં આસક્ત થયેલા મેં દુષ્ટ પુત્રે માબાપ મરણ પામ્યા તે પણ જાણ્યું નહીં, ધન પણ ક્ષય પમાડયું. આ સ્વર્ગના વિમાન જેવું પિતાનું ઘર સ્મશાન જેવું કર્યું. હવે હું સ્વજનોને મારૂ સુખ શી રીતે દેખાડીશ ?" આ પ્રમાણે વિચારી બહારથી જ ઘરને જોઈ નગરની બહાર એક જીર્ણ ઉદ્યાનમાં તે ગયો. ત્યાં એક તાડપત્ર ઉપર છરીથી તેણે પોતાની પ્રિયાને ઉદ્દેશીને લેખ લખ્યા ૩–“સ્વસ્તિ શ્રીજિનેશ્વરોને નમસ્કાર કરી સુલસ પોતાની પ્રિયાને લખદ્વારા આનંદ આપી ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે—હે પ્રિયા ! હું આજે વેશ્યાના ઘરથી નીકળ્યો છું. માર્ગમાં માતાપિતાનું મરણ સાંભળી ધનરહિત થયેલો હું લજજાને લીધે તારી પાસે આવ્યું નથી, પરંતુ હવે દેશાંતરમાં જઈ મનોવાંછિત ધન ઉપાર્જન કરી થોડા દિવસમાં જ પાછો આવીશ. તારે મનમાં કાંઈપણ દિલગીરી કરવી નહીં.” આ પ્રમાણે લેખ લખીને તે અક્ષર ઉપર કોયલાની મેશ ચોપડીને જેટલામાં તેણે તે કાગળ બંધ કર્યો, તેટલામાં દૈવયોગે પિતાની ભાર્યાની દાસીજ ત્યાં આવી. તેના હાથમાં તે પત્ર આપી સુલસ દેશાંતરમાં ગયે. અનુક્રમે ચાલતાં ચાલતાં તે સુલસ કોઈ એક નગર પાસે આવ્યો. ત્યાં એક જીર્ણ ઉદ્યાનમાં પલાશ વૃક્ષને અંકુરો જોઈ તે વિચાર કરવા લાગ્યો કે–“દૂધવાળા વૃક્ષને અંકુરે નીચે દ્રવ્ય વિનાનો હોતો નથી. બિલવ અને પલાશ વૃક્ષની નીચે થોડું અથવા ઘણું ધન અવશ્ય હોવું જોઈએ.” એમ વિચારી તે વૃક્ષનો એ કુરે નાનો જોઈ તેની નીચે થોડું દ્રવ્ય છે એમ તેણે જોયું, તથા તેના દૂધનો વર્ણ સુવર્ણ જેવો જોઈ તેની નીચે સુવર્ણ છે એમ પણ જાણ્યું. આ પ્રમાણે શાસ્ત્રને આધારે વિચાર કરી " ન ધરપક્વ, ઝ =મો વનવાય " એ રીતે મંત્રના અક્ષરેનો ઉચ્ચાર કરી તે સ્થાનને તે ખોદવા લાગ્યું. તેમાંથી એક હજાર સોનૈયા જેટલું ધન નીકળ્યું. તે ધન પોતાના વસ્ત્રમાં સંતાડી સુલસ નગરમાં ગયે. બજારમાં જતાં એક વણિકની દુકાને તે બેઠે. તે વખતે તે વણિક ઘણુ ગ્રાહકોએ કરીને વ્યાકુળ થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust