________________ 300 - શ્રી શાંતિનાથ ચરિત્ર. કિંમતી કુંડળ પડી ગયું, રાજાએ ઘેર આવ્યા પછી તે જાયું. એટલે તેની શોધ કરવા માટે રાજાએ વસુદત્ત કેટવાળને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા લઈ વસુદર કુંઢળની શોધ કરવા ચાલ્યા. તેવામાં તેણે પોતાની આગળ તેજ માગે કોઈ કારણથી જતા જિનદત્તને જોયો. તે વખતે જિનદત્ત માર્ગમાં પડેલું તે કુંડળ જોઈને તે માર્ગને ત્યાગ કરી બીજે રસ્તે ચાલ્યું. તેણે વિચાર્યું કે____“आत्मवत्सर्वभूतानि, परद्रव्याणि लोष्ठवत् / માવવપરાશ, 50 પ્રતિ ત પશ્યતિ ? " જે સર્વ પ્રાણીઓને પોતાના આત્માતુલ્ય જુએ છે, પરધનને માટીના ઢેફા તુલ્ય જુએ છે અને પરસ્ત્રીને માતા સમાન જુએ છે, તેજ મનુષ્ય દેખતે કહેવાય છે.” તેટલામાં પાછળ આવતો વસુદત્ત ત્યાં આવ્યું, અને ત્યાં કુંડળ પડેલું જોઈ તે લઈ તત્કાળ રાજા પાસે આવી તેને તે આપ્યું. રાજાએ હર્ષ પામી પૂછયું કે–“હે ભદ્ર! તને આ કર્ણનું ભૂષણ ક્યાંથી મળ્યું ?" તે સાંભળી તે દુઝે છેષભાવથી રાજાને કહ્યું કે–“ હે સ્વામી ! મેં જિનદત્ત પાસેથી લીધું.” તે સાંભળી રાજાએ કહ્યું કે–“અરે ! શું જિનદત્ત પરદ્રવ્ય ગ્રહણ કરે છે? તે તે ધમી અને વિવેકી સંભળાય છે; અને જે ધમી હોય તેને માટે તે પૂર્વાચાર્યો કહે છે કે - "पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् / અત્ત નાહીત , પરીયં સુધી ? " પરનું ધન પડી ગયેલું હોય, વિસરી ગયેલું હોય, નષ્ટ થયેલું હોય, સ્વાભાવિક રીતે રહેલું હોય, થાપણુ તરીકે આપેલું હોય, અથવા મૂકી રાખેલું હોય તે સર્વ અદત્ત કહેવાય છે, તેવું અદત્ત ધન કદાપિ બુદ્ધિમાને લેવું નહીં.” - આ પ્રમાણે રાજાનું વચન સાંભળી વસુદત્ત ફરીથી બોલ્યા કે–“હે સ્વામિન્ ! જિનદત્ત જેવો બીજો કોઈ પણ ચાર નથી. બીજા ચેરે તે છાની રીતે પરધન હરણ કરે છે, પરંતુ આ તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust