________________ 29 ષષ્ઠ પ્રસ્તાવ. જિનમંદિરમાં મળી હતી તે વૃત્તાંત પિતાને કહી બતાવ્યું. તે સાંભળી તેના પિતાએ કહ્યું કે–“હે પુત્ર! તું વિવાહનો ઉત્સવ કબૂલ કર. કહ્યું છે કે - “તથા મરે , તવ ને ! - તાલૂને શરાજૂ, 5થા ચૈત્રે 2 વર્ષ ? " હે વત્સ ! જેમ તાંબૂલમાં સાકરનું ચૂર્ણ શોભે નહીં અને ચિત્રમાસમાં વરસાદ શોભે નહીં, તેમ યુવાવસ્થામાં તને વૈરાગ્ય શોભતો નથી.” માટે હે પુત્ર ! આ વિવાહ કબુલ કરીને અમારા મનનો આનંદ પૂર્ણ કર.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળી જિનદત્ત મિન રહ્યો. એકદા કોઈ કારણથી જિનમતી ઘરમાંથી બહાર નીકળી માગે ચાલી જતી હતી, તેને વસુદત્ત નામના કેટવાળે જોઈ તેના સ્વરૂપથી રાગવાળ થઈ તેણે તેના પિતા પાસે જઈને પોતાના વિવાહ માટે તેની માગણી કરી. ત્યારે તેણે જવાબ આપો કે -" કેટવાળ ! આ કન્યા મેં જિનદાસ શેઠના પુત્ર જિનદત્તને આપેલી છે, તેથી હવે તે અન્યથા થઈ શકે તેમ નથી. સન્નાના રાજાન, સંપત્તિ પuિહતાઃ | - સાઃ ઝાયન્ત, ત્રીજીયેતાનિ સક્રત " રાજાઓ એકજવાર બોલે છે, પંડિતે પણ એકજવાર બોલે છે, અને કન્યા એકજ વાર અપાય છે, આ ત્રણ બાબત એકજવાર થાય છે. " આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે દુષ્ટના મનમાં કોધ ઉત્પન્ન થયે; અને જિનદત્તનો વિનાશ કરવાની ઈચ્છાથી રાતદિવસ તેનાં છિદ્રો શોધવા લાગ્યો. એકદા રાજા અશ્વ ઉપર ચડી ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં વેગથી અશ્વક્રીડા કરતાં તેના કર્ણમાંથી એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust