________________ 14 પ્રસ્તાવ. 287 ત્યારે તે વ્રતધારીએ કહ્યું કે–“હે ભદ્ર ! તારે મારા સર્પ સાથે રમવાની વાત પણ ન કરવી; કેમકે મારા સપને દેવે પણ ગ્રહણ કરી શકે તેમ નથી. તો હે મૂર્ખ તું બાળક મંત્ર કે ઔષધિના બળ વિના મારા સપને શી રીતે કીડા કરાવીશ ?" તે સાંભળી નાગદત્ત બોલ્યો કે –“તારા સર્પોને હું કેવી રીતે ગ્રહણ કરું છું ત તું જેજે; પરંતુ પ્રથમ તું આ મારા સર્પોને તો ગ્રહણ કર.” તે સાંભળી તેણે કહ્યું કે “મૂક.” ત્યારે નાગદત્તે પોતાના સર્પો મૂક્યા, પણ તેઓ તેના શરીર પર ચડ્યા નહીં, કદાચ ચડ્યા કે શ્યા પણ દેવશક્તિને લીધે તેને જરા પણ વ્યથા ન થઈ. તે જોઈ નાગદતે મત્સર સહિત કહ્યું કે -" ગારૂડિક ! હવે તું પણ તારી પાસે જેટલા સર્પ હોય તે સપને મૂક. શા માટે વિલંબ કરે છે ?" ત્યારે દેવે કહ્યું –“તું તારા સર્વ સ્વજનોને એકઠા કર, અને રાજાને સાક્ષી કર, તો હું સર્પ મૂ કે, અન્યથા નહીં મૂકું.’ તે સાંભળી નાગદત્તે તેમ કર્યું. પછી વ્રતધારી ગારૂડિક મોટા સ્વરે બે કે-“હે લેકે ! સાવધાન ચિત્તે મારું વચન સાંભળે-આ નાગદત્ત ગાંધર્વ મારા સર્પો સાથે ક્રીડા કરવા ઈચ્છે છે, તેથી જે આને મારા વિષધરો કરડે તે તેમાં સર્વથા પ્રકારે મને તમારે દોષ ન દેવા.” તે સાંભળી નાગદત્તને તેના સ્વજનોએ વાર્યો, છતાં તે વિરામ ન પામ્યા ત્યારે તે ગારૂડિકે પોતાના કરંડી આમાં રહેલા ચાર સપને ચારે બાજુએ મૂકીને કહ્યું કે –“આ મારા સર્પો અતિ ક્રૂર છે. આ સર્વેનું સ્વરૂપ હું તમારી પાસે કહું છું તે તમે સાંભળે:-- * आरक्तनयनः क्रूरो, द्विजिह्वो विषपूरितः। क्रोधाभिधानः पूर्वस्या-मादिमोऽयं सरीसृपः // 1 // अयमष्टफणाटोप-भीषणः स्तब्धवर्मकः। .. ચાવાયાં ચમકાશો, માનો નામ મોરાઃ | 2 || वञ्चनाकुशला वक्र-गमना पश्चिमश्रिता / इयं मायाहया नागी, धतुं केनेह शक्यते // 3 // ..... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust