________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણ કરતો હતો. એ પ્રમાણે તેમનો નિશ્ચય હતો. એકદા તે બન્ને ઉલાનમાં ગયા. ત્યાં સભામાં ધર્મદેશના દેતા વજુગુપ્ત નામના મુનિને જોઈ તેમને શુદ્ધ ભાવથી નમસ્કાર કરી, તેમની સમીપે ધર્મ સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમની જ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, પછી સાધુધર્મનું પ્રતિપાલન કરી, આયુષ્યને અંતે સ લેખના કરી, મરણ પામીને સ્વર્ગે ગયા. ત્યાં પણ તેઓ પરસ્પર પ્રીતિવાળા દેવ થયા. એકદા સ્વર્ગમાં રહેલા તે બન્નેએ સંકેત કર્યો કે– આપણામાંથી જે પહેલો અહીંથી યેવે તેને સ્વર્ગમાં રહેલા બીજાએ ધર્મમાં સ્થાપન કરો.” - હવે કેટલેક કાળે સમુદ્રદત્તનો જીવ સ્વર્ગથી ઍવી ભરતક્ષેત્રમાં ધરાનિવાસ નામના પુરમાં સાગરદત્ત નામના વ્યવહારીને ઘેર તેની ભાયાં ધનદત્તાની કુક્ષિમાં નાગકુમાર દેવતાના વરદાનથી પુત્રપણે અવતર્યો, સમય પૂર્ણ થયે તેનો પ્રસવ થયો. માતપિતાએ તેનું નાગદત્ત નામ પાડ્યું. અનુકમે તે બહોતેર કળામાં નિપુણ થ, અને ગાંધર્વ કળામાં વિશેષ પ્રીતિવાળે થયે; તેથી લોકમાં તે ગંધવ નાગદત્તના નામથી પ્રખ્યાત થયો. એકદા વીણા વગાડવામાં ચતુર અને ગાડી વિદ્યામાં નિપુણતાવાળે તે મિત્રે સહિત પુરના ઉદ્યાનમાં કીડા કરવા ગયે. તેવામાં સ્વર્ગમાં રહેલા વસુદત્તના જીવે તેને ધર્મમાં પ્રમાદી થયેલ જાણી પૂર્વ ભવમાં સંકેત કરેલ હોવાથી તેને ઘણે પ્રકારે પ્રતિબોધ કર્યો, પણ તે પ્રતિબોધ પામ્યા નહીં. ત્યારે તે દેવે વિચાર કર્યો કે -" આ અત્યંત સુખી છે, તેથી તે જ્યાં સુધી પ્રાણને સંશય કરનારા સંકટમાં નહીં પડે ત્યાંસુધી ધર્મમાં પ્રવર્તશે નહીં.” એમ વિચારી તે દેવ મુખવસ્ત્રિકા અને રજોહરણ સહિત મુનિનું રૂપ વિકુવી હાથમાં સપનો કરડીએ ધારણ કરી તે નાગદત્ત જ્યાં કીડા કરતો હતો ત્યાં આવ્યા. તે વખતે નાગદત્તે પાસેના માર્ગે ચાલ્યા જતા તેને જોઈને પૂછયું કે –“હે ગારૂડિક! આ તારા કરંડીઆમાં શું છે?” તેણે કહ્યું— સર્પો છે.” નાગદત્તે કહ્યું-“તે સર્પોને તું પ્રગટ કર; હું તારા સર્પો સાથે કીડા કરીશ, તું મારા સર્પો સાથે કીડા કર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust