SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રસ્તાવ. ભાગ્યવાળે, સ્વભાવે સરલ, શૂરવીર, અપૂર્વ ભાષણ કરનાર, પ્રિય વચન બોલનાર, દઢ મૈત્રીવાળે અને મનોહર રૂપવાળ તેમજ સર્વ ગુણસંપન્ન હતો. * આ સમયે વસંતપુર નામના પત્તનમાં ઈશાનચંદ્ર રાજાને કનકવતી નામની અતિ રૂપવતી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ તેને માટે સ્વયંવર ર. સ્વયંવરમંડપમાં ગુણધમ કુમાર તથા બીજા ઘણા રાજાઓ અને રાજપુત્રે આવ્યા. તે સવે રાજાએ આપેલા મહેલમાં રહ્યા. એક દિવસ તે ગુણધર્મ કુમાર સ્વયંવરનો મંડપ જેવા ગયે. ત્યાં રાજપુત્રી કનકવતી પણ આવી હતી તેણે કુમારને જે. કુમારે તે રાજપુત્રીને પણ જોઈ. તેણીની દષ્ટિ ઉપરથી કુમારે તેને પોતાની ઉપર રાગવાળી જાણું. પછી તે કન્યા આનંદની દષ્ટિથી કુમાર સામું જોતી જોતી પિતાને ઘેર ગઈ. કુમાર પણ પરિવાર સહિત પિતાના આવાસમાં ગયે. - ત્યારપછી કુમારીએ પોતાને ઘેર જઈ કુમારની પાસે એક દાસીને મોકલી. તેણે કુમારની પાસે જઈ એક ચિત્રપટ આપ્યું. કુમારે તેમાં આળે ખેલી એક રાજહંસી જોઈ. તેની નીચે એક લેક લખેલ હતું તે કુમારે વાં - श्रादौ दष्टे प्रिये सानुरागाऽसौ कलहंसिका। पुनस्तदर्शनं शीघ्र, वाञ्छत्येव वराक्यहो // 1 // “જ્યારે પ્રથમ પ્રિય લેવામાં આવ્યા ત્યારથી આ રાજહંસી તેને વિષે પ્રીતિવાળી થઈ છે, તેથી અહો ! તે બિચારી ફરીથી પણ તેનું દર્શન શીધ્ર ઈચ્છે છે.” - આ પ્રમાણે વાંચી કુમારે તે ચિત્રપટમાં હંસનું ચિત્ર કાઢી તેની નીચે આ લેક લખ્યો कलहंसोऽप्यसौ सुभ्र, क्षणं दृष्ट्वाऽनुरागवान् / पुनरेव प्रियां द्रष्टुमहोवाञ्छत्यनारतम् // 2 // " “હે સુબ્રુ! આ કળહંસ પણ રાજહંસીને ક્ષણવાર જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy