________________ 268 શ્રી શાંતિનાથ ચરિત્ર. છે; પરંતુ દેહની અંદર રહેલા પાંચ ઇદ્ધિરૂપી શત્રુઓને તે જીત્યા નથી, તેથી તેમના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના પાંચ વિષયે મેટ અનર્થ કરે છે. તે આ પ્રમાણે-કાનને વિસ્તારી શીકારીનું ગીત સાંભળવામાં તત્પર થયેલા હરણ શ્રોત્રંદ્રિયને વશ થવાથી મરણ પામે છે. શલભ (પતંગીલું) દીવાની શિખાને જોઈ તેને સુવર્ણ માની ચક્ષુઈદ્રિયને વશ નહીં રાખવાથી તેમાં તત્કાળ મૃત્યુ પામે છે. માંસની પેશીને રસ ચાખવામાં લુબ્ધ થયેલે મત્સ્ય રસનાઈદ્રિયને વશ થવાથી અગાધ જળમાં રહ્યા છતાં પણ મચ્છીમારને આધીન થાય છે. હસ્તીના મદની સુગંધમાં લુબ્ધ થયેલ જમર ઘાણે દ્રિયના વશપણુથી મરણને શરણ થાય છે, અથવા સ્પર્શેન્દ્રિયને વશ થયેલો હાથી પરવશપણાના દુઃખને સહન કરે છે. હાથણીના શરીરને સ્પર્શ કરવામાં લુબ્ધ થયેલ હાથી બંધનને તથા તીક્ષણ અંકુશના પ્રહારને સહન કરે છે. આવા વિષયોને સત્વરૂષે એક ક્ષણમાં તજી દે છે. પૂર્વે પોતાની પ્રિયાનું તેવું સ્વરૂપ જોઈ ગુણધર્મકુમારે વિષયનો ત્યાગ કર્યો હતે.” - તે સાંભળી ચકાયુધ રાજાએ ભકિતથી નમ્ર થઈ સ્વામીને પૂછ્યું કે- “હે ભગવન! તે ગુણધર્મકુમાર કોણ હતા? અને તેણે શી રીતે વિષયોનો ત્યાગ કર્યો? તેની કથા કહેવા કુપા કરો.” ત્યારે શ્રીજિનાધીશ બોલ્યા કે-“સાંભળ– ગુણધર્મકુમારની કથા . આજ ભરતક્ષેત્રમાં શેર્યપુર નામે નગર છે. તેમાં પૃથ્વી પર પ્રસિદ્ધ થયેલો દુધર્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને યથાર્થ નામવાળી શીલશાલિની પ્રિયા હતી અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ગુણધર્મ નામે કુમાર હિતે. તે અનુક્રમે બાલ્યાવસ્થાને ઉલ્લંઘી કળાને અભ્યાસ કરવા તત્પર થયો અને કેટલેક કાળે તે બહોતેર કળાઓમાં નિપુણ થઈ યુવાવસ્થા પામ્યો. રૂપ, લાવય અને ગુણવડે તે જગતને આનંદ આપનાર થયો. તે કુમાર સારા 1 બીજા અર્થમાં વિષય એટલે દેશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust