________________ 252 શ્રી શાંતિનાથ ચરિત્ર. સ્મરણ કરે તેમ દેવરાજથી પીડા પામેલા અમે તમને સંભારીએ છીએ. તેથી તમે શીવ્રતાથી આવીને અમારું સ્વામીપણું અંગીકાર કરે; નહીં આવો તે બીજા કોઈપણ ન્યાયી સ્વામીને અમે આશ્રય કરીશું.” આ પ્રમાણે લેખમાં લખેલો વૃત્તાંત સાંભળીને વત્સરાજ રાજાએ સર્વ સૈન્ય લઈ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની , સમીપે આવી દેવરાજ રાજા પાસે દૂત મોકલ્યો. તે વખતે તે પણ વત્સરાજને આવેલે જાણી તરતજ અખ્તર પહેરી નગર બહાર આવ્યુંપરંતુ તેને પરિવાર પણ તેનાથી વિરક્ત થયેલો હોવાથી તેની પાછળ આવ્યો નહિ. એટલે દેવરાજ વત્સરાજને બળઃ વાનું જાણું તથા પોતાના સેવકને તેવા પ્રકારના વિરકત જાણી કયાંઈ પણ નાશી ગયો. ત્યારપછી સર્વ નગરવાસી લેકેએ હર્ષ પામી મહત્સવપૂર્વક વત્સરાજ રાજાને પુર પ્રવેશ કરાવ્યા. વત્સરાજ તે બન્ને રાજ્યનું પાલન કરતો સુખે સુખે રહેવા લાગ્યા. .. એકદા ઉલાન પાળે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી! પ્રીતિથી હું તમને વધામણી આપું છું કે આજે આ નગરની બહાર ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર આ ચાર્ય મહારાજ પધાર્યા છે.” તે સાંભળી હર્ષિત થઈ રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. ત્યારપછી સકળ સામગ્રી સહિત ભકિતથી વ્યાપ્ત થયેલે રાજા ઉધાનમાં ગયે. ત્યાં મુનિશ્વરને વંદન કરી, ઉચિત સ્થાને બેસી, ગુરૂના મુખથી સાધુ અને શ્રાવકના ધર્મ સંબંધી દેશના સાંભળી, શ્રાવકધર્મ અંગીકાર કરી, પોતાને ઘેર આવ્યું. સૂરિએ પણ માસક૯૫ પૂર્ણ કરી અન્યત્ર વિહાર કી. ત્યારપછી ગુરૂના ઉપદેશથી વત્સરાજ રાજાએ અનેક જિનચૈત્ય કરાવ્યાં, અનેક જિનેશ્વરની પ્રતિમાઓ ભરાવી, તેમજ જિનચમાં અષ્ટાબ્લિકા ઉત્સવ અને બીજાં પણ અનેક ધર્મકૃત્યો કર્યા. આ રીતે ધર્મકાર્યમાં તે નિરંતર મગ્ન રહેતા હતા, તેવામાં ફરીથી કેટલેક કાળે તેજ આચાર્ય ત્યાં પધાર્યા. તે વખતે રાજા પણ તેમને વાંદવા ગયો. તેમના ચરણકમળને વાંદી ધર્મદેશના સાંબળી અવસરે તેણે ગુરૂને પૂછયું કે - “હે પ્રભુ! મેં પૂર્વ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust