________________ પંચમ પ્રસ્તાવ. ર૪૩ અને ત્રણ જગતમાં વખાણવા લાયક ત્રણ પ્રિયાએ છે. " આ પ્રમાણે વિચાર કરતો તે રાજા ભોજન કરીને ઉઠયો. પછી વત્સરાજે ઉત્તમ તાંબૂલ અને વસ્ત્ર વિગેરે આપી રાજા અને તેના પરિવારોને શ્રેષ્ઠ સત્કાર કર્યો. તે લઈ રાજા પરિવાર સહિત પિતાને ઘેર આવ્યા, પરંતુ કામદેવની પીડાથી પીડિત થવા લાગ્યો. તેથી તે સ્ત્રીઓના સંગમની વાંછાથી તેણે પોતાનું કાર્ય સાધવા માટે મંત્રીઓને તેને ઉપાય પૂછશે. ત્યારે તે મંત્રીઓએ પરસ્પર વિચાર કરી એકમત થઈ રાજાને કહ્યું કે –“હે સ્વામી ! વત્સરાજ જીવતો હિરો ત્યાંસુધી આ કાર્ય બની શકશે નહીં; તેથી હે દેવ ! કોઈપણ ઉપાયે કરીને આ વત્સરાજને મરાય તો તમારી ઈચ્છા સિદ્ધ થાય, અન્યથા થાય તેમ નથી.” તે સાંભળી રાજાએ કહ્યું “તે તેને મારવાને ઉપાય વિચારે. " ત્યારપછી મંત્રીઓએ વિચારીને એકદા તેને મારવાનો ઉપાય પ્રારંભે. તે એ કે સિંહ નામે એક સામંત રાજા હતા, તે સિંહના જે ભયંકર હોવાથી તેની સામું પણ કોઈ જોઈ શકતું નહીં. તે જ્યારે જ્યારે રાજાની સેવા માટે સભામાં આવતા, ત્યારે રાજાને પ્રણામ કરીને જે આસન પર બેસતો તે આસન પર તે પોતે જ બેસત, બીજું કઈ પણ બેસી શકતું નહીં. કદાચ કોઈ બીજે બેસે તો તે પોતાનું ઘણું જ અપમાન માનતે હતું, તેથી તેની ઉપર બેસનારનો તે ઘાતાદિક કરતે હતો. તે શરીરના બળથી અને સૈન્યના બળથી દુર્ભય હતો. રાજા પણ તેનાથી શંકા પામતે હતે. એકદા તે સિંહ સભામાં આવ્યું નહોતે, તે વખતે મંત્રીઓએ કપટબુદ્ધિથી તેને સ્થાને ઘણા આગ્રહપૂર્વક વત્સરાજને બેસાડ્યો. તેવામાં થોડીવારે તે સિંહ પણ સભામાં આવ્યો. તે વખતે તે પોતાને સ્થાને વત્સરાજને બેઠેલો જોઈ કોપથી ભકટિ ચડાવી ભયંકર નેત્રવાળે થયે; પરંતુ શું કરે ? સભામાં કાંઈ પણ બોલી શકાય નહીં. “રાજાની સભામાં રાજા અને રંક સર્વે સરખાજ હોય છે. તેથી તે કોપવાળોજ રહ્યો. ત્યારપછી જ્યારે સભા વિસર્જન થઈ ત્યારે વત્સરાજ સરલપણાએ કરીને નિર્ભય રીતે જ ઉભે થઈ ધીમે ધીમે જવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust