________________ ત્રી શાંતિનાથ ચરિત્ર. મનહર આસો મૂકવામાં આવ્યા, તેની ઉપર વત્સરાજના કહેવા પ્રમાણે રાજા વિગેરે સવેર બેઠા. પાદપ્રક્ષાલનાદિક ક્રિયા પણ કરી. ત્યારપછી તેઓની પાસે વત્સરાજના સેવકે એ રત્નના, સુવણે ના અને રૂપાના મોટા થાળે મૂક્યા. તેની અંદર મેદક, ખાજાં, દાળ, ભાત, ઘી વિગેરે મનોહર રસાઈ પીરસી. વિચિત્ર પ્રકારના વઘારેલાં શાક પીરસ્યાં. લાપસી, ઘેબર, ખીર અને દહે વિગેરે સામગ્રી પણ પીરસી. રાજા રસવાળું ભજન કરતાં વિચારવા લાગ્યું કે -" હું હમેશાં મારે ઘેર ભેજન કરૂં છું, પરંતુ આવું સ્વાદિષ્ટપણું કદાપિ લાગ્યું નથી. આ ભેજન તો સાક્ષાત્ અમૃતતુલ્ય છે.” આ પ્રમાણે વિચારી સ્વદિષ્ટતાને લીધે મસ્તકને ધણાવતો રાજા ભજન કરતો હતો, તે વખતે વત્સરાજે વિચાર્યું કે... આ સમગ્ર ઉત્સવ પ્રિયા વિના શેભતો નથી. એમ વિચારી માળ પર જઈ તેણે પોતાની પત્નીએને કહ્યું કે હે પ્રિયાઓ ! તમે અત્યારે પ્રગટ થઈને રાજાની ભકિત કરો.” આ પ્રમાણેનું સ્વામીનું વચન સાંભળી તેઓએ મનમાં વિચાર્યું કે -" કુળવંતી સ્ત્રીઓને પોતાનો પતિજ ગુરૂ અને પૂજ્ય છે.” કહ્યું છે કે - મુરર્કિંગાતીનાં, વનાં ત્રાહ્મણ કુહાડી पतिरेव गुरुः स्त्रीणां, सर्वस्याभ्यागतो गुरुः // 1 // “બ્રાહ્મણના ગુરૂ અગ્નિ છે, સર્વ વણેના ગુરૂ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરૂ પતિ છે, અને સર્વને ગુરૂ અભ્યાગત (પણ) છે.' - આ કારણથી કુલાંગનાઓને ગમે તેવું પણ સ્વામીનું વચન પ્રમાણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારી તેઓએ ભર્તારનું વચન અંગીકાર કર્યું, પરંતુ તેઓએ પરસ્પર કહ્યું કે–“જે કે સ્વામી આપણને રાજા પાસે પ્રગટ કરે છે, પણ તે પરિણામે આપણું ભર્તારને હિતકારક થશે નહીં, પરંતુ શું કરીએ ? પ્રિયનું વચન ઉલ્લંઘવું એગ્ય નથી.” એમ કહી તે ત્રણે સ્ત્રીઓ ઉત્તમ શણગાર સજી પતિની આજ્ઞાથી પીરસવા આવી. તે વખતે રાજા તે ત્રણેનું રૂપ જોઈ કામાતુર થયો અને વિચારવા લાગ્યા કે—“ આ જગતમાં વત્સરાજજ ધન્ય છે કે જેને આવી મનોહર રૂપવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust