________________ 16 - શ્રી શાંતિનાથ ચરિત્ર. જોઈ દાસીઓએ પૂછયું—“હે સ્વામિની ! તમે આકુળવ્યાકુળ કેમ દેખાઓ છે?” ત્યારે તે બોલી –“દેવ તુલ્ય રૂપવાળો મારે પતિ કઈ ઠેકાણે જતો રહ્યો જણાય છે.” તેઓ બેલી–“હમણાંજ તમારા પતિ ઘરમાં આવ્યા ને?” તેણીએ કહ્યું-“તે મારા પતિ નથી, તે તો કોઈ કેઢીઓ આવ્યું છે.” આમ કહી તે સુંદરી દાસીઓની વચ્ચે સુતી. રાત્રી ત્યાં નિર્ગમન કરીને પ્રાત:કાળે ત્રિલેયસુંદરી પિતાના પિતાને ઘેર ગઈ. ' પ્રભાત સમયે કુબુદ્ધિથી પ્રેરાયેલ-ઘેરાયેલે સુબુદ્ધિ મંત્રી રાજા પાસે ગયા. તે વખતે તેનું મુખ ચિતાથી શ્યામ થયેલું હતું. તે જોઈ રાજાએ પૂછયું“ હે મંત્રી ! આજે હર્ષને સ્થાને તમારા મુખ ઉપર વિષાદ કેમ દેખાય છે?” મંત્રી બેલ્યો–“હે રાજન ! મારા કર્મના દેષથી હર્ષને ઠેકાણે શોક પ્રાપ્ત થયો છે.” રાજાએ પૂછયું—“શું થયું?” તે બે –“હે સ્વામિન્ ! મનમાં હર્ષથી પૂર્ણ થયેલ પ્રાણ જે કાર્યનું ચિંતવન કરે છે તે કાર્યને મહાશત્રુરૂપ થયેલો વિધાતા અન્યથા પ્રકારે જ કરે છે.” આ ઉત્તર મળવાથી રાજાએ ફરીથી આગ્રહપૂર્વક દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તે મંત્રી લાંબે નિસાસો નાંખીને બેલ્ય–“હે સ્વામી! હું દેવવડે ઠગા છું. મારો પુત્ર જે હતું તે આપે પણ નજરે જોયો છે, તે હમણાં આપની પુત્રીના સ્પર્શથી કઢીઓ થયો છે. શું કહેવું અને કોની પાસે પોકાર કરે?” તે સાંભળી રાજા પણ દુઃખી થયે. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે ખરેખર મારી પુત્રી શુભ લક્ષણ રહિત હેવી જોઈએ કે જેના શરીરના સ્પર્શથી મંત્રીને પુત્ર કુછી થયે. જો કે જગતમાં સર્વે પ્રાણીઓ પોતપોતાના કર્મના ફળનેજ ભગવે છે; પરંતુ બીજે પ્રાણ તેનું નિમિત્ત માત્ર પણ થાય છે. કેઈ પણ પુરૂષના સુખદુ:ખને કરવા કે તેનું હરણ કરવા કોઈ પણ પ્રાણ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે કરેલું કમજ ભેગવાય છે, એટલે કે તેજ સુખ દુઃખ કરનાર છે એમ સબુદ્ધિથી હે મન ! તું વિચાર કર.” આ પ્રમાણે વિચારી રાજાએ કહ્યું કે–“હે મંત્રી ! મેંજ તમારા પુત્રને કષ્ટમાં નાંખે છે. જે મેં તમારા પુત્ર સાથે મારી પુત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust