________________ પંચમ પ્રસ્તાવ. ' 238 માટે તે ઉત્તરીય વસ્ત્ર આપ્યું. તે લઈને સંતુષ્ટ થયેલી રાણીએ “હે વત્સ ! તું ચિરાયુ થા.” એવી આશીષ આપી. રાજાએ તેને અલંકારાદિક આપી સત્કાર કરીને પૂછયું કે –“હે વત્સ! આ શ્રેષ્ઠ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું? અને કયે કયે સ્થાને તું ફો?” તેના ઉત્તરમાં વત્સરાજે રાજાની પાસે અશ્વ અને પર્યકની પ્રાપ્તિ સિવાય બીજે સર્વ વૃત્તાંત કહ્યો, અને ઉત્તરીય વસ્ત્ર દેવીએ આપ્યું એમ કહ્યું. ત્યારપછી વત્સરાજ આનંદથી ત્યાં રહો. એકદા કમળશ્રી રાણુ આયુષ્યનો ક્ષય થયે મરણ પામી, તેથી તેના વિયોગે કરીને રાજા અત્યંત શોકાતુર યા. ત્યારે વત્સરાજે તેને કહ્યું કે –“હે રાજન! આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે; માટે વિવેકી જનોએ બિલકુલ શક કરે ઉચિત નથી. કહ્યું છે કે - जललवचलम्मि विहवे, विज्जुलयाचंचलम्मि मणुयत्ते / धम्मम्मि जो विसीयइ, सो कापुरिसा न सप्पुरिसो // 1 // વૈભવ જળના તરંગ જે ચપળ છે, અને મનુષ્યભવ વીજળીના જેવું ચપળ છે, તેથી જે પુરૂષ ધર્મ કરવામાં આળસુ રહે છે તે કુપુરૂષ છે, સપુરૂષ નથી.” - આ પ્રમાણે વિચારીને ધર્મરૂપી ઔષધ જ કરવું યોગ્ય છે. તે ઔષધ આ પ્રકારે છે.– સવ આ પ્રકાર છે.-- * મા " ___ सर्वज्ञभिषगादिष्टं, कोष्ठशुद्धिविधायकम् / शोकाविशरुजः शान्त्य, कार्य धौषधं बुधैः // 1 // “શેકના આવેશરૂપી રેગની શાંતિ માટે ડાહ્યા પુરૂષએ સર્વજ્ઞરૂપી વૈદ્ય ઉપદેશ કરેલું અને કોઠાની (અંતઃકરણની ) શુદ્ધિ કરનારૂં ધર્મરૂપી ઓષધ કરવું.” આ પ્રમાણે વચન રૂપી અમૃતવડે રાજાને સીંચીને તેના મનમાં રહેલા શેક રૂપ મહાવ્યાધિને વત્સરાજે દૂર કર્યો એટલે. રાજા શેક ત્યજીને સાવધાન થયો. : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust