________________ 238 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે પર્યક પર આરૂઢ થઈ આકાશમાર્ગેજ શ્રી દત્તાના વાસમંદિરમાં શીધ્રપણે આવ્યું. તે વખતે પ્રાત:કાળે સુઈને ઉઠેલી શ્રેઝીપુત્રી પોતાના મહેલની ઉપરની ભૂમિ પર પર્યકને તથા તે અશ્વને જોઈ “આ શું?” એમ આશ્ચર્ય પામી વિચારવા લાગી કે - “આ પર્યક ક્યાંથી આવ્યો? અને આ અશ્વ અહીં સાતમે માળે શી રીતે ચડ્યો?” આ પ્રમાણે વિસ્મય પામેલી તે સારી રીતે જોવા લાગી તો બે પ્રિયા સહિત શય્યામાં રહેલા પોતાના પતિને જોયો. તે જોઈ અત્યંત હર્ષના સમૂહથી પૂર્ણ થયેલી શ્રીદત્તાએ પિતાની પાસે જઈ તે વૃત્તાંત કહ્યો કે–“મહેલના ઉપરના માળે મારા ભર્તાર આવ્યા છે.” તે સાંભળી સંભ્રમથી - શ્રેષ્ઠીએ પૂછ્યું કે –“હે પુત્રી ! આવી રીતે તેનું આવવું કેમ થયું?” ત્યારે તેણીએ પર્યક અને અશ્વ વિગેરે જે જોયું હતું તે સર્વ કહ્યું. તે સાંભળી દત્ત શ્રેષ્ઠી પણ અત્યંત આશ્ચર્ય પામી શીધ્ર ત્યાં આવ્યો. તેને વત્સરાજે પ્રિયા સહિત પ્રણામ કર્યો. પછી શ્રેષ્ઠીના પૂછવાથી તે કુમારે તેની પાસે સમગ્ર વૃત્તાંત કહ્યો. તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણીએ મસ્તક ધણાવ્યું. પછી તે દિવસે ત્યાંજ રહી શ્રેષ્ઠીની રજા લઈ ત્રણે પ્રિયા સહિત પીકપર આરૂઢ થઈ વત્સરાજ પ્રાત:કાળે પોતાને ઘેર આવ્યા. તે વખતે ધારિણું અને વિમળાએ પોતાના ઘરમાં આવે 5- - થિંક જોઈ વિચાર્યું કે—“ આ શય્યા કોની છે? આમાં કેણ મનુષ્ય સુતેલાં છે?” એમ વિચારી તેઓએ ઉપરનું ઓઢેલું વસ્ત્ર ઉંચુ કરી જોયું તે ત્રણ પ્રિયા સહિત પોતાના પુત્ર વત્સરાજને સુતેલે જોઈ તેઓ લજા પામી અને ધીમે ધીમે પાછી વળી. તે વખતે તેમના ચિત્તમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. થોડી વારે ત્રણે પ્રિયા સહિત વત્સરાજ જાગ્યો અને શય્યામાંથી ઉડ્યો. તેઓએ અત્યંત હર્ષના રામૂહથી આશીર્વાદ આપી તેને તેનો વૃત્તાંત પૂછે, ત્યારે વત્સરાજે આશ્ચર્યકારક પિતાની સમગ્ર વાર્તા તેમની પાસે કહી. ત્યારપછી વરરાજ કાસ્ટિક વર્ય પાસેથી ઉતમ ઉત્તરરીય વસ્ત્ર લઈ રાજાની પાસે જઈ પ્રણામ કરીને કમળશ્રી રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust