________________ પ્રથમ પ્રસ્તાવ. થવાનું હશે, નહીં તો મારું ઉજયિનીથી અહીં આવવું ક્યાંથી થાય? પ્રથમ આકાશવાણીએ પણ આ પ્રમાણે જ કહ્યું હતું તેથી હું આ વાત સ્વીકારું. કારણ કે જે થવાનું હોય છે તે થાય જ છે.” આમ વિચારી તેણે ફરીથી પ્રધાનને કહ્યું કે –“જે આ નિર્દય કાર્ય મારે જ કરવાનું હોય, તે હું એક માગણી તમારી પાસે કરૂં ." તે સાંભળી મંત્રીએ અનુકૂળ થઈને કહ્યું કે–“હે ભદ્ર! ખુશીથી કહે.” તેણે કહ્યું કે –“રાજા જે વસ્તુ મને આપે, તે સર્વની માલેકી મારી જ સમજવી, અને તે સર્વ તત્કાળ ઉજયિનીના માર્ગ પર હાજર રાખવી.” આ તેનું વચન મંત્રીએ અંગીકાર કર્યું. ત્યાર પછી જ્યારે લગ્નનું મુહૂર્ત સમીપે આવ્યું, ત્યારે મંત્રી તેને વસ્ત્ર અને અલંકારથી વિભૂષિત કરી હસ્તી ઉપર બેસાડી રાજા પાસે લઈ ગયો. તેનું રૂપ જોઈ રાજા આનંદ પામે. વૈલોક્યસુંદરી કામદેવની જેવા તે વરને જોઈ તેવા વરની પ્રાપ્તિથી પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. ત્યારપછી લગ્નને વખતે પુરૂષાર્દ પુરાણું એવા શબ્દ બોલતા બ્રાહ્મણે અગ્નિ ફરતા તે વર વહુને ચાર ફેરા ફેરવ્યા. ચાર મંગળ પ્રવર્તાવ્યા. તેમાં પહેલે મંગળે રાજાએ વરને ઘણાં સુંદર વસ્ત્રો આપ્યાં, બીજે મંગળે આભૂષણો આપ્યાં, ત્રીજે મંગળે મણિ અને સુવર્ણ વિગેરે આપ્યું અને એથે મંગળે રથ વિગેરે વાહનો આપ્યાં. આ રીતે તે દંપતીને વિવાહઉત્સવ આનંદપૂર્વક થયે. વિવાહની ક્રિયા પૂર્ણ થયા છતાં, જ્યારે જમાઈએ વધુને હાથ ન મૂક્યો, ત્યારે રાજાએ “હે વત્સ! તને શું આપું?” એમ પૂછ્યું, ત્યારે તેણે જાતિવંત પાંચ અવે માગ્યા. રાજાએ અત્યંત હર્ષથી ભરપૂર થઈ તત્કાળ તેના માગ્યા પ્રમાણે પાંચ અશ્વો તેને આપ્યા. ત્યારપછી વાજિત્રેના નાદ, સુંદરીઓનાં ધવળગીત અને ભાટ ચારણેના જય જય શબ્દપૂર્વક વધુ સહિત મંગળકળશ મંત્રીને ઘેર ગયે. રાત્રિને સમય થતાં મંત્રીના માણસો છાનું છાનું બોલવા લાગ્યા કે—–“હવે કઈ પણ ઉપાયથી આને શીધ્ર કાઢી મૂકો જોઈએ.” તે સાંભળીને તેમજ આકાર અને ચેષ્ટાથી ભર્તારનું ચળચિત્ત જાણીને ઐક્યસુંદરી તેની પાસે જ રહી. ત્યાર પછી થોડી વારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust