________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. - સંભારી તેણે તે બાળકને પોતાની પાસે બેલાવી શીતના ઉપદ્રવ રહિત કર્યો, અને પ્રાત:કાળે ઘણું યત્નથી તેને મંત્રી પાસે લઈ ગયો. તેને જોઈ મંત્રી હર્ષ પામ્ય, તેને કઈક ગુમ સ્થાનમાં રાખ્યો અને સ્નાન, ભેજન વિગેરેથી તેને સંતેષ પમાડ્યો. આ બધું જોઇને મંગળકળશે વિચાર્યું કે-“આટલો બધો મારે સત્કાર આ શામાટે કરતા હશે? અને મને અહીં ગુપ્ત રીતે કેમ રાખ્યા હશે?” આમ વિચારી તેણે મંત્રીને પૂછયું કે-“મારે પરદેશીને આટલા બધો સત્કાર કેમ કરે છે? આ નગરી કઈ છે? આ દેશ કર્યો છે ? મારું શું કામ છે ? એ સર્વ સત્ય કહો. મને આશ્ચર્ય થાય છે.” તે સાંભળી અમાત્યે કહ્યું-“આ ચંપા નામની નગરી છે. અંગ નામનો દેશ છે, અહીં સુરસુંદર નામે રાજા છે. તેને હું સુબુદ્ધિ નામને માન્ય પ્રધાન છું. મેં તને મોટા કાર્યને માટે અહીં આ છે.”. ત્યારે તેણે પૂછયું–શું કાર્ય છે?” સુબુદ્ધિ બે -- સાંભળ, રાજાએ પોતાની શ્રેયસુંદરી નામની પુત્રી મારા પુત્રને વિવાહ માટે આપી છે, પરંતુ મારે પુત્ર કઢના વ્યાધિથી પરાભવ પામેલ છે. તે કારણથી હે ભદ્ર! તારે તે કન્યા પરણીને મારા પુત્રને આપવાની છે. આ કાર્ય માટે તને અહીં આ છે.તે વચન સાંભળી મંગળકળશ બે —“હે મંત્રી ! તમે આટલું મોટું અકૃત્ય શામાટે કરો છો? તે અત્યંત રૂપવાળી બાળા ક્યાં? અને તમારે કેઢી પુત્ર કયાં? હું તો આવું કઠેર કાર્ય કદાપિ નહીં કરું. ભેળા માણસને કુવામાં ઉતારી દેરડું કેણુ કાપે?” ત્યારે મંત્રી બેલ્યો કે–રે દુષ્ટ! જે આ કાર્ય તું નહીં કરે તે હું તને મારા હાથથી જ મારી નાંખીશ.” આમ કહી તે સુબુદ્ધિ મંત્રીએ હાથમાં ખડ્ઝ લઈ નિર્દયપણે તેને ભય બતાવ્યું, તે પણ તે કુલિનમાં શિરેમણિ હોવાથી મંત્રીનું ધારેલું અકૃત્ય કરવાનું તેણે સ્વીકાર્યું નહીં. તે વખતે બીજા મુખ્ય માણસોએ આવી મંત્રીને તેનો વધ કરતાં અટકા, અને મંગળકળશને પણ કહ્યું કે–“હે ભદ્ર! તું મંત્રીનું વચન અંગીકાર કર. વિચક્ષણ પુરૂષે સમય પ્રમાણે વર્તે છે.” તે સાંભળીને તેણે પણ મનમાં વિચાર કર્યો કે–ખરેખર આમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust