________________ પંચમ પ્રસ્તાવ. 205 નિષેધ કરે છે, પરંતુ આ અસાર શરીરને સાર માત્ર એક પરોપકારજ છે, તેને જ હું કરું છું. તેથી આમના આગ્રહથી હું મારા સ્વાર્થને નાશ કેમ કરૂં ? જે થવાનું હોય તે ભલે થાઓ, હું તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરૂં.” છે. આ પ્રમાણે રાજા વિચાર કરતે હો તેવામાં ચલાયમાન કુંડળના આભરને ધારણ કરતો, સર્વ અંગેમાં અલંકારોથી શોભતો અને દિવ્ય વેષને ધારણ કરતે કઈ દેવ પ્રગટ થઈને બોલ્યા કે–“હે રાજન ! તમને ધન્ય છે. હે વીરજનોમાં શિરેમણિ! તમારું જીવિતવ્ય અને જન્મ સકળ છે. કારણ કે આજે ઈશાન દેવલોકના ઈંદ્ર સભામાં તમારા નિર્મળ ગુણસમૂહની પ્રશંસા કરી, તે વખતે તમારી *લાઘાને નહીં સહન કરવાથી હું તમારી પરીક્ષા કરવા અહીં આવ્યા. ત્યારપછી વનમાં રહેલા આ પારાપત અને ચેન પક્ષી કે જેઓ પ્રથમથી જ પરસ્પર દ્વેષી હતા તેમના શરીરમાં મેં પ્રવેશ કર્યો.” આ પ્રમાણે તે દેવ કહેતો હતો તેટલામાં રાજાએ તેને પ્રશ્ન કર્યો કે–“હે દેવી! આ બને પક્ષીઓને પરસ્પર વૈર શા માટે થયું ? મને તે સાંભળવાનું કૌતુક છે, માટે તે કહે.” ત્યારે દેવ બોલ્યો કે– " આજ નગરમાં પહેલા સાગર નામનો વણિક રહેતું હતું તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેમને ધનદત્ત અને નંદન નામના બે પુત્રો હતા. અનુક્રમે તેઓ વૃદ્ધિ પામી યુવાન થયા, ત્યારે તેઓ વ્યાપાર કરવામાં તત્પર થયા. એકદા તેઓ માબાપની આજ્ઞા લઈ સાથેની સાથે વેપાર કરવા માટે નાગપુર નામના નગરે ગયા. ત્યાં વ્યાપાર કરતાં તેઓએ કેઈપણ પ્રકારે દૈવયોગથી ઘણું મૂલ્યવાળું એક ઉત્તમ રત્ન ઉપાર્જન કર્યું. ત્યારપછી પોતાના નગર તરફ જતાં માર્ગમાં તે બને તે રત્નના લોભથી પરસ્પર હણવાની ઈચ્છાવાળા થયા. માર્ગમાં આવેલી નદી ઉતરતાં તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. એક બે કે–આ મનહર રત્ન મેંજ ઉપાર્જન કર્યું છે. બીજાએ કહ્યું કે –“મેં ઉપાર્જન કર્યું છે. તું વૃથા લેભ શા માટે કરે છે?” આ પ્રમાણે વિવાદ કરતાં તેઓ કોધાતુર થઈ ત્યાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust