________________ 0 3 ભળી જાય ત્યારે 204 શ્રી શાંતિનાથ ચરિત્ર. હે રાજન ! આ દષ્ટાંત ઊપરથી આપ સમજી શક્યા હશો કે સુધાને કૃત્યાકૃત્યને વિવેક હોતો નથી. તેથી તમે મને આહારદિથી તૃપ્ત કરે કે જેથી મારા પ્રાણ ચાલ્યા ન જાય.” આ પ્રમાણેનું શ્યનનું વચન સાંભળી રાજાએ કહ્યું કે –“હે ભદ્ર! તું ભૂખ્યો હો તે તને ઉત્તમ આહાર આપું.” ત્યારે ચેન પક્ષીએ કહ્યું કે –“હે રાજા ! માંસ વિના બીજે આહાર અમને પસંદ પડતો નથી. " રાજાએ કહ્યું—“ માંસ પણ કસાઈને ત્યાંથી મંગાવી આપું. " પક્ષી બાયો- છે જે મારા દેખતાં પ્રાણીના શરીરને કાપીને તેનું માંસ આપે, તેજ મને તૃપ્તિ થાય તેમ છે, અન્યથા તૃપ્તિ નહીં થાય.” રાજાએ કહ્યું-“હે પક્ષી ! આ પારાપતને ત્રાજવામાં મૂકી તે જેટલા તેલવાળા થાય તેટલું માંસ મારા શરીરમાંથી છેદીને હું તને આપું.” ચેને તે અંગીકાર કર્યું. પછી રાજાએ ત્રાજવું મંગાવી તેના એક છાબડામાં પારાયત પક્ષીને મૂક્યું, અને બીજા છાબડામાં તીક્ષ્ણ છરીવડે પિતાના શરીરને છેદીને માંસના કકડા નાંખવા લાગ્યા. તે રીતે શરીરના માંસનો સમૂહ જેમ જેમ તેમાં નાંખતા ગયા તેમ તેમ તે પારાપત અધિક અધિક તોલદાર થવા લાગ્યો. તેથી તે મહા સાહસિક રાજા તે પારાપતને ઘણું વજનવાળો જાણે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પોતે જ તે છાબડામાં ચઢી બેઠે. તે જોઈ સમગ્ર લેક હાહારવ કરી વિષાદ સહિત બેલ્યા કે –હા નાથ ! તમે જીવિતના ત્યાગનું સાહસ કેમ કરે છે ? એક પક્ષીને માટે થઈને તમે અમારી અવગણના કેમ કરે છે ? આ તે કાંઈક ઉત્પાત સંભવે છે, અન્યથા આ નાની કાયાવાળા પક્ષીના શરીરમાં આટલો બધો ભાર ક્યાંથી હોય?” આ પ્રમાણે લેકેએ કહ્યા છતાં અને તે જ્ઞાની છતાં પણ પરેપકારના રસિકપણાએ કરીને સરળતાને લીધે રાજાએ પોતાના જ્ઞાનને ઉપયોગ આપે નહીં. તેણે તે આ પ્રમાણે જ વિચાર કર્યો કે“ જેઓ અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરે છે તેએજ આ જગતમાં ધન્ય છે. આ સર્વ પરિજને પોતાના સ્વાર્થને લીધે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust