________________ 172 શ્રી શાંતિનાથ ચરિત્ર એકદા રંગશૂર ઉજયિની નગરીએ ગયે. તેની સાથે રેહકે પણ જઈને સર્વ નગરી જોઈ. પછી તેઓ નગરી બહાર આવ્યા, તે વખતે કાંઈ કાર્ય યાદ આવવાથી રંગસૂર ફરીથી નગરમાં ગયા. રાહક નગરીની બહાર ક્ષિપ્રા નદીને કાંઠે બેઠે. ત્યાં તેણે નદીની રેતીમાં દેવમંદિરાદિક સહિત આખી નગરી ચીતરી. પછી રાજમંદિ૨નું રક્ષણ કરવા માટે પોતે પ્રતિહારની જેમ દરવાજે ઉભો રહ્યો. તેટલામાં અલ્પ પરિવાર સહિત તે નગરીને રાજા અશ્વપર આરૂઢ થઈ ત્યાંથી નીકળ્યો. તેને જોઈ પૂછતા રહિત રેહક બોયે કે –“હે રાજપુત્ર ! આ પ્રાસાદની શ્રેણીથી મનહર નગરીને શું તમારે ભાંગી નાંખવી છે કે જેથી અશ્વને આઘે ચલાવતા નથી?” તે સાંભળી તેણે આળેખેલી નગરી જઈ તેની બુદ્ધિથી ચમત્કાર પામેલે રાજા બે કે–“આ કોને છેક છે?” ત્યારે પાસેના સેવકોએ કહ્યું કે–“હે દેવ! રંગશૂર નટને રાહક નામને આ પુત્ર છે. આ બાળક છતાં મહા બુદ્ધિશાળી છે." તે સાંભળી રાજાએ વિચાર્યું કે–“આની બુદ્ધિની હું પરીક્ષા કરીશ.” પછી રેહક તે તેના પિતાની સાથે પોતાને ગામ ગયે. 1 એકદા રાજાએ પોતાનો સેવક નટગ્રામમાં મોકલી લોકોને આદેશ આપે કે–“હે લેકે ! ઘણું દ્રવ્ય ખચીને પણ અમારે રહેવા લાયક પ્રાસાદ એકજ પદાર્થને કરાવી આપ.” આ પ્રમાશેને રાજાને આદેશ આવવાથી રંગશૂરવિગેરે સર્વ વૃદ્ધજને એકઠા થયા, અને તે કાર્ય કરવા અસમર્થ હોવાથી ચિરકાળ સુધી વિચારમાં પડ્યા; એટલામાં ભેજનને અવસર થવાથી રેતો રેતો આવીને રેહક બેલ્યો કે–“હે તાત! મને ભૂખ લાગી છે, તમારા વિના હું ભેજન નહીં કરું, માટે ચાલો.” તે સાંભળી રંગશૂર બાલ્યા કે“હે વત્સ ! હમણું ઘડીક રાહ જે. રાજાને અત્યંત વિષમ આદેશ આવ્યું છે, તેને વિચાર ચાલે છે.” રેહકે પૂછયું–“ રાજાને આદેશ શું આવ્યું છે?” લેકેએ કહ્યું કે –“રાજાએ કહેવરાવ્યું છે કે “એકજ પદાર્થને એક પ્રાસાદ મારે માટે બનાવી આપે ?" તેથી તે અવશ્ય કરી આપવો જોઈએ.” તે સાંભળી રહક બેલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust