________________ 170 શ્રી શાંતિનાથ ચરિત્ર. વસ્તુ પૂર્વે સાંભળેલી કે જોયેલી ન હોય તેવી વસ્તુમાં જે તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને પંડિતોએ ઔત્પાતિકી બુદ્ધિ કહી છે. અહીં ઓત્પાતિકી બુદ્ધિના વિષય ઉપર શ્રી ક્ષેમંકર જિનેશ્વરે રાહકની કથા કહી તે આ પ્રમાણે આ રેહકની કથા. * ઉજ્જયિની નામની મેટી પુરીમાં અરિકેસરનામે રાજા હતો. તે નગરી પાસે એક મોટી શિલા હતી, તેની પાસે એક નાનું નટ ગ્રામનામે ગામ હતું. તેમાં એક રંગસુર નામે નટ રહેતો હતો. તેને રિાહક નામને પુત્ર હતા. તે બાળક છતાં ઘણી કળાઓમાં નિપુણ અને બુદ્ધિએ કરીને બહસ્પતિ સમાન હતા. તે પુત્રની માતા બાલ્યાવસ્થામાં જ મરી ગઈ તેથી તેને પિતા રંગર બીજી રૂકમિણી નામની સ્ત્રીને પરણ્યો. તે સ્ત્રી વનના મદથી ઉન્મત્ત અને ભતરના સન્માનથી ગર્વિષ્ઠ થયેલી હોવાથી રોહકની તેવા પ્રકારની સારસંભાળ કરતી નહોતી. તેથી કેપ પામેલા રેહકે તેણીને કહ્યું કે“હે માતા ! તું મારા શરીરની શુશ્રષા કરતી નથી, તેથી નિચે તારું સારું નહીં થાય.” તે સાંભળીને રૂકમિણ બેલી કે –“હે બાલક ! તું રેષ પામે તેથી શું ? અને તેષ પામે તો તેથી પણ શું ? તારાથી મારું શું બુરું થવાનું છે? " આ પ્રમાણે તેણીનું અભિમાનવાળું વચન સાંભળી રેહકે વિચાર્યું કે -" આને કઈ પણ અપરાધ ઉત્પન્ન કરીને એવું કરું કે જેથી મારા પિતાને એ અનિષ્ટ થાય. " આ પ્રમાણે વિચાર કરી એકદા મધ્ય રાત્રિએ તે ઉભે થઈ એકદમ બે કે–“ હે પિતા ! હમણું કોઈ પુરૂષ આપણું ઘરમાંથી નીકળીને ગયે. " આ વચન સાંભળી ઘરના આંગણામાં સુતેલા તેના પિતાએ ઉભા થઈ પુત્રને કહ્યું કે –“હે વત્સ! તે દુષ્ટ પુરૂષ મને દેખાડ.” રેહક બેલ્યા–“હે તાત! તે તો એકદમ કુદકો મારીને જતો રહ્યો.” તે સાંભળી રંગશરનું મન પોતાની પ્રિયા ઉપરથી વિરકત થયું. તેથી તેણે વિચાર્યું કે –“શું આ મારી સ્ત્રી પરપુરૂષમાં આસક્ત થઈ? અથવા એમાં શું કહેવું? સ્ત્રીઓ એવી જ હોય છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust