________________ પ્રથમ પ્રસ્તાવ. વધારે વહાલી હતી. તે પુરીમાં ધનદત્ત નામે એક માટે શ્રેષ્ઠી રહે હતે. તે અતી વિનયવાળે, સત્યશીળ અને દયાવાળે, ગુરૂ અને દેવની પૂજા કરવામાં તત્પર તથા પરોપકારમાં રસિક હતા. તેને સત્યભામા નામની સ્ત્રી હતી. તે પણ ઉત્તમ શીયળવાળી અને પતિ ઉપર પ્રેમવાળી હતી, પરંતુ તે સંતતી રહિત હતી. એકદા પુત્રની ચિંતાથી ઉદાસ થયેલા શ્રેષ્ઠીને જોઈ તેણીએ પૂછ્યું “કાંત ! તમારા દુઃખનું શું કારણ છે? " ત્યારે શ્રેષ્ઠીએ સત્ય વાત કહી. તે સાંભળી તેણે ફરીથી બોલી કે—“હે પ્રાણનાથ ! ચિંતા કરવાથી સર્યું. આ લોકમાં અને પરલોકમાં મનુષ્યને વાંછિત પદાર્થને દેનાર એક ધર્મ જ છે, તેથી તે ધર્મજ વિશેષ કરીને સુખે સેવવા યોગ્ય છે” ત્યારે શ્રેષ્ઠી બોલ્યા કે “હે પ્રિયા ! કેવી યુક્તિથી ધર્મ કરે તે કહે.” તે બોલી “હે સ્વામી! દેવાધિદેવ શ્રી જિનેશ્વરની પૂજા કરે, સદ્ગુરૂની ભક્તિ કરે, પાત્રને દાન આપો અને સિદ્ધાંતનાં પુસ્તક લખાવ. આ પ્રમાણે ધર્મધ્યાન કરતાં જે પુત્ર થશે તે સારું છે અને હે નાથ ! કદાચ પુત્ર નહિ થાય, તો પણ પરલોકમાં નિર્મળ અખંડિત સુખ તે અવશ્ય મળશે.” આ પ્રમાણે સાંભળી શ્રેષ્ઠીએ હર્ષ પામીને કહ્યું કે “હે પ્રિયા ! તે સારું કહ્યું. સારી રીતે આરાધેલો ધર્મ ચિંતામણિ અને કલ્પવૃક્ષની તુલ્યતાને પામે છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી દેવપૂજાને માટે પુપિ લાવવા સારૂ શ્રેણીએ માળીને બોલાવી તેને ઘણું ધન આપ્યું. ત્યારપછી દરરોજ પ્રાત:કાળે ઉઠીને શેઠ પોતે જ વાડીમાં જઈ તાજાં પુષ્પો લાવી પોતાના ઘરની પ્રતિમાનું પૂજન કરી નગરના મધ્યમાં રહેલા જિનચૈત્યમાં જતા હતા. ત્યાં દ્વારમાં સિતાં નૈધિક કહેવા વગેરે દશ ત્રિકેને રીતે બરાબર જાળવી પ્રાંતે ઉત્કૃષ્ટ ભક્તિથી ચૈત્યવંદન કરતા હતા. પછી સાધુઓને વાંદી વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરી ઉત્તમ મુનિઓને દાન આપતા હતા. આ પ્રમાણે સમગ્ર દિવસનું અને રાત્રિનું સર્વ સુખને કરનારૂં ધર્મકૃત્ય કરવાથી તે શ્રેષ્ઠી ઉપર શાસનની અધિષ્ઠાતા દેવી સંતુષ્ટ થઈ અને પ્રત્યક્ષ થઈને તેણે તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. તે વરદાનથી શ્રેષ્ઠી હર્ષ પામ્યો. ત્યારપછી પુણ્યના પ્રભાવથી અને દેવીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust