________________ 150. શ્રી શાંતિનાથ ચરિત્ર. મમાં વિશેષ નિશ્ચળ કર્યા. ત્યારપછી તે રાજર્ષિ સંયમ પાળીને અનુક્રમે સદગતિનું ‘ભાજન થયા. : શ્રી ક્ષેમંકર જિદ્ર કહેલે અહિંસાદિક ધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરે. તેમાં ધર્મનું પહેલું લક્ષણ પ્રાણિદયા, બીજું સત્યવાદીપણું, ત્રીજું અદત્તને ત્યાગ એથું બ્રહ્મચર્યનું પાલન અને પાંચમું નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. આ પાંચ ધર્મનાં લક્ષણે જાણી લે ભવ્ય જીવો! નિરંતર ધર્મકર્મના વિષયમાં પ્રયત્ન કરે.” આ પ્રમાણે શ્રી ક્ષેમકર જિનેશ્વરની દેશના સાંભળી અનેક ભવ્ય પ્રાણુઓ પ્રતિ બાધ પામ્યા. શ્રીજિનેશ્વરે પ્રથમ ગણધરની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યારપછી વાયુધ રાજા શ્રાવકધર્મ અંગીકાર કરી પ્રભુને પ્રણામ કરીને પોતાની પૂરીમાં ગયે. " એકદા તે વાયુધ રાજાના પૂર્વ પણ્યના પ્રભાવથી હજાર યક્ષે વડે અધિષ્ઠિત અતિ નિર્મળ કરત્ન તેની આયુધશાળામાં ઉત્પન્ન થયું. અષ્ટાબ્લિકા મહોત્સવ પૂર્વક રાજા એ તેની પૂજા કરી અને આરાધન કર્યું, ત્યારે તે આયુધશાળામાંથી નીકળી આ કાશમાં ચાલ્યું. તેની પાછળ વાયુધ રાજા પણ સૈન્ય સહિત ચાલે, અને અનુક્રમે તેણે મંગળાવતી વિજયના છએ ખંડ સાધ્યા. ત્યારપછી પિતાની નગરીમાં આવીને તે ચકવતી પદને ભેગવવા લાગ્યું. તેણે પોતાના સહસ્ત્રાયુધ નામના પુત્રને યુવરાજ પદવી આપી. એકદા શ્રીવાયુધ ચકી રાજાઓ, મંત્રીઓ અને સામતાદિક સમસ્ત પરિવાર સહિત સભામાં બેઠે હતું, તેટલામાં એક યુવાન વિઘાધર આકાશથી ઉતરી કંપતે કંપતો તે વાયુધને શરણે આવ્યા. તરતજ તેની પાછળ એક ઢાલ તરવારને ધારણ કરી વિદ્યાધરી આવી તથા ગદાને ધારણ કરનાર એક વિદ્યાધર આવ્યા. પ્રથમ આવેલ વિદ્યાધર પાછળ આવેલની દષ્ટિએ પડ્યો, એટલે તેણે ચકીને કહ્યું કે–“હે ચકી ! તમારે શરણે આવેલા આ પાપીનું સ્વરૂપ સાંભળે. સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત ઉપર શુકલા નામની પૂરી છે. તેમાં શુકલદત્ત નામે રાજા હતા. તેને પુત્ર હું પવનવેગ નામને છું. * P.P. Ac. Gunratnasuri M.9. Jun Gun Aaradhak Trust