________________ ચતુથે પ્રસ્તાવ. 149 કણ માગ્યા, ત્યારે તેણુએ બીજા લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું કે “મેં જે કણ આપ્યા હતા તેજ આ નથી.” એમ કહી અતિ આગ્રહથી ગનપૂર્વક પૂછયું, ત્યારે તે સત્ય બેલી. તે સાંભળી રેષથી શ્રેષ્ઠીએ કહ્યું કે—“ જ્યારે મેં આપેલા શાળિકણ તમે તજી ફેંકી દીધા છે, ત્યારે છાણ, રાખ અને વાસીદું વિગેરે ફેંકી દેવાનું કર્મ જ તમારે ચોગ્ય છે, માટે તમારે તે કાર્ય કરવું.” પછી બીજી વહુને બોલાવી શાળિકણ માગ્યા, તેણે બીજા આપ્યા. પ્રથમના તે ન હોવાથી આગ્રહથી સ્વરૂપ પૂછયું ત્યારે તે સત્ય બેલી કે –“મેં તે ભક્ષણ કર્યા હતા.” તે સાંભળી શ્રેણોએ તેને રડાનું કામ લેંગ્યું. પછી ત્રીજી પાસે માગ્યા ત્યારે તેણુએ પોતાના આભૂષણના દાબડામાંથી લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ સર્વ સારભૂત વસ્તુના ભંડારનો અધિકાર તેને સે. શાળિની વૃદ્ધિ કરનાર ચોથી વહુ પાસે માગતાં તેણે ગાડાં મોકલીને મંગાવી લેવા કહ્યું. તેના આવા ડહાપણથી છીએ આખા ઘરની સ્વામિની તેને બનાવી. આ પ્રમાણે ચારે વહુઓને ગ્ય કાર્યમાં નીમીને નિશ્ચિત થયેલ શ્રેણી ધર્મકાર્યમાં તત્પર થયા. " આ કથા અંતરંગમાં ઘટાવવાની છે. તે આ પ્રમાણે–શ્રેણીની જેવા ગુરૂ જાણવા, વહુની જેવા દીક્ષિત સાધુઓ જાણવા, પાંચ ત્રીહિની જેવા પાંચ મહાવતે જાણવા, સ્વજનને એકત્ર કરવા રૂપ ચતુર્વિધ સંઘ જાણવો. ગુરૂ શ્રી સંઘ સમક્ષ શિષ્યને પાંચ મહાવ્રતા આપે છે, તેમાં કેટલાક શિવે પહેલી વહુની જેમ વ્રતને ત્યાગ કરી આલોક અને પરલેકમાં દુઃખનું સ્થાન થાય છે. કેટલાક આજીવિકાને માટે વેષને ધારણ કરી રાખે છે, તેઓ બીજી વહુ જેવા જાણવા. કેટલાએક પોતે વ્રતને યથાર્થ પાળે છે, પરંતુ બીજાને ઉપદેશ આપી તેમને ધર્મમાં પ્રવર્તાવી શકતા નથી. તેઓ ત્રીજી વહ જેવા જાણવા. તથા કેટલાક વ્રત ગ્રહણ કરી તેનું પાલન કરે છે, અને બીજા ઘણા ભવ્ય જીવોને પ્રતિબંધ કરી તેમને પણ વ્રત આપે છે, તેઓ ચોથી વહુ સમાન જાણવા. તેથી કરીને હે રાજર્ષિ !.તમે ચોથી વહુની જેમ વતનો વિસ્તાર કરનાર થ. આ કથાનક શ્રી મહાવીર સ્વામીના શાસનમાં બનાવાનું છે.” * આ પ્રમાણેની કથા કહીને શ્રીદત્ત ગુરૂએ તે રાજર્ષિને સંય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust