________________ પ્રથમ પ્રસ્તાવ. આ અવસરે કપિલને પિતા કે જે બ્રાહ્મણ હતા, તે ઘણે વિદ્વાન હતું, તે પણ કર્મના દોષથી કાળે કરીને નિર્ધન થયો. તે વખતે કપિલ નામના પિતાના પુત્રને રત્નપુરમાં વૈભવવાળો અને લોકમાં પૂજાતે જાણે ધનની ઈચ્છાથી તે રત્નપુર આવી તેને ઘેર પણ તરીકે રહ્યો. ભોજન સમયે કાંઈ મિષ કાઢીને કપિલ પોતાના પિતાથી જૂદ બેઠે. તે જોઈ સત્યભામાના મનની શંકા વધારે મજબૂત થઈ. પછી તેણુએ એકાંતમાં તે બ્રાહ્મણને ગનપૂર્વક પૂછયું કે–“હે પિતા ! આ તમારે પુત્ર તમારા અંગથી તમારી પાણિગ્રહણ કરેલી પત્નીથીજ ઉત્પન્ન થયેલ છે કે બીજી રીતે થયો છે?” આ પ્રમાણે તેણીએ પૂછવાથી ઉપાધ્યાયે તેની પાસે સત્ય હકીકત કહી બતાવી. તે સાંભળી તેણીના મનમાં હલકી જાતિને નિશ્ચય થયે. પછી કપિલે કાંઈક દ્રવ્ય આપીને તેને પિતાને વિદાય કર્યો, તેથી તે પોતાને સ્થાને ગયે. ત્યારપછી સત્યભામા કપિલને વિષે કેવળ વિરક્ત થઈ ઘરમાંથી બહાર નીકળી શ્રીષેણ રાજા પાસે જઈ બે હાથ જોડીને બેલી કે–“હે દેવ ! તમે પૃથ્વીના નાથ છે, પાંચમા કપાળ છે, દીન અને અનાથ જનોના શરણ રૂપ છે અને તમેજ સર્વની ગતિ. છે, તેથી મારા પર કૃપા કરે.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે " હે પુત્રી ! તારો પિતા સત્યકિ અમારે પૂજ્ય છે, તેની તું પુત્રી અને કપિલની પત્ની છે, તેથી વિશેષ માનવા ગ્ય છે. માટે તારા દુઃખનું કારણ કહે.” તે બેલી, “હે રાજા મારે કપિલ નામને જે ભર્તાર છે તે કુળહીન હોવાથી દૂષિત છે.” રાજાએ પૂછ્યું–“હે ભદ્રે ! તેં શી રીતે જાણ્યું ? " ત્યારે તેણીએ કપિલના પિતાએ કહેલું સર્વ વૃત્તાંત રાજા પાસે કહી બતાવ્યું. અને પછી કહ્યું કે–“આની સાથે મારે ગ્રહવાસ કરવાથી સર્યું. માટે હે રાજા ! આપ તે પ્રમાણે કરે કે જેથી હું નિર્મળ શીળને પાળી શકું. હું આપને શરણે આવી છું.” આ પ્રમાણે તેણુના કહેવાથી રાજાએ કપિલને બોલાવ્યો, અને તેને કહ્યું કે–“હે કપિલ ! આ તારી પ્રિયા સત્યભામા તારી ઉપર પ્રીતિ વિનાની છે, તેથી આ સ્નેહ રહિતને તું છોડી મૂક, અને તે પિતાના ઘરની જેમ અમારા ઘરમાં રહીને શીળરૂપી અલંકારને ધારણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust