________________ 127 ચતુર્થ પ્રસ્તાવ. પણ સુકૃત કર્યું ન હોત તો તું દેવપણું પામ્યું ન હોત. વળી પૂર્વે તું મનુષ્ય હતો અને હમણું દેવ થયો છે, તેથી જીવ છે, એમ પણ સિદ્ધ થાય છે, જે જીવ ન હોય તે શુભાશુભ કર્મને કેણ ઉપાર્જન કરે? અને તે કર્મને કોણ ભેગવે?” આ પ્રમાણે વજાયુધ કુમારે જીવપણું સ્થાપન કર્યું અને તેના બીજા સંશય પણ હેતુ, યુક્તિ અને દષ્ટાંતવડે કરી છેડી નાંખ્યા, તેને પ્રતિબોધ પમાડ્યો. એટલે તે દેવ તુષ્ટમાન થઈને બોલ્યો કે –“હે કુમાર ! તે સારૂં કર્યું કે જેથી નાસ્તિકવાદના પ્રભાવથી ભવસાગરમાં પડતાં મારું રક્ષણ કર્યું.” એમ કહી તેણે કુમારની પાસે સમતિ સહિત શ્રી જિનધર્મ અંગીકાર કરી કુમારને કહ્યું કે–“હે ધર્મના ઉપકારક! તારૂં હું કાંઈ પણ પ્રિય કરવા ઇચ્છું છું, માટે શું કરું તે કહે. દેવનું દર્શન નિષ્ફળ ન હોય.” આ પ્રમાણે કહ્યા છતાં કુમારને નિ:સ્પૃહ જાણું દેવે પોતેજ મોટા આગ્રહપૂર્વક તેને એક શ્રેષ્ઠ આભૂષણ આપ્યું, પછી તેને પ્રણામ કરીને તે સ્વર્ગે ગયે, ત્યાં જઈને ઈશાનેદ્રની પાસે તે વૃત્તાંત તેણે કહ્યો. તે સાંભળી વાયુધના ગુણથી પ્રસન્ન થયેલા ઇશાનેકે તે કુમાર ભરતક્ષેત્રમાં સોળમા તીર્થંકર થવાના છે એમ જાણીને તે વાયુધ કુમારની પciાને સ્થાને રહ્યા રહ્યા વિશેષ પૂજા કરી. એકદા વસંતઋતુમાં સુદર્શના નામની દાસીએ શ્રી વજાયુધ કુમારને પુષ્પ આપી વિજ્ઞપ્તિ કરી કે –“હે દેવ! લક્ષ્મીવતી દેવી તમારી સાથે સુરનિપાત નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ઈચ્છે * છે.” તે સાંભળી વાયુધ કુમાર પ્રેમથી પૂર્ણ થઈ તત્કાળ લક્ષ્મીવતી વિગેરે સાત રાણીઓ સહિત તે ઉદ્યાનમાં ગયે. ત્યાં અનેક પ્રજાજનોને વિવિધ પ્રકારની કીડા કરતા જોઈ પોતે રાણીઓ સહિત તે ઉદ્યાનમાં રહેલી કીડાવાપીમાં પ્રવેશ કર્યો અને સર્વ રાણીઓ સહિત તેમાં પ્રવેશ કરી જળકીડા કરવા લાગ્યા. તે વખતે એક નવીન બનાવ બન્યો. પૂર્વે અપરાજિતના ભવમાં જે દમિતારિનામના પ્રતિવાસુદેવને પરાભવ કર્યો હતો, તે દમિતારિ સંસારમાં પરિભ્રમણ કરી કેટલેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust