________________ ૧રર શ્રી શાંતિનાથ ચરિત્ર. * પિતાના સ્વામીને કહ્યાં. ત્યારે ક્ષેમંકર રાજાએ પોતાની બુદ્ધિથી તે સ્વપ્નનો વિચાર કરીને કહ્યું કે_“હે પ્રિયે ! આ સ્વાના પ્રભાવથી તેને માટે પરાક્રમી પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષ પામી. પછી સમય પૂર્ણ થયે ત્યારે શુભ ગ્રહ અને શુભ લગ્નને સમય રાણુએ પુત્રરત્નને જન્મ આપે. તરતજ દાસીઓએ ક્ષેમકર રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ હર્ષના ઉત્કર્ષથી દાસીઓને જંદગી સુધી આજીવિકા ચાલે તેટલું દાન આપ્યું. પછી રાજાએ પુત્રને માટે જન્મમહોત્સવ કર્યો. દેવીએ પંદરમાં સ્વમમાં વા જેવું હતું, તેથી નામ સ્થાપન કરવાને સમયે રાજાએ તેનું વજીયુધ નામ પાડયું. અનુક્રમે ધાત્રીઓથી લાલનપાલન કરાતો તે પુત્ર જ્યાર આઠ વર્ષનો થયો, ત્યારે તેને કળાનો અભ્યાસ કરવા માટે કળાચાર્યના પાસે મૂકો. અનુકમે તે સર્વ કળાઓ શીખ્યો, અને યુવાવસ્થા પામ્યું. રાજાએ શ્રેષ્ઠ રૂપવાળી લક્ષીવતી નામની રાજકન્યાની સાથે તેને મહોત્સવ પૂર્વક પરણાવ્ય. ત્યારપછી કેટલાક કાળ ગયે, ત્યારે અનંતવીર્યનો જીવ અશ્રુત દેવલોકથી ચ્યવીને વાયુધ કુમારની પતની લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. સમય પૂર્ણ થયે જન્મ થયો, તેનું નામ સહસ્ત્રાચુધ પાડ્યું. અનુક્રમે કળાઓને શીખીને તે યુવાવસ્થા પામ્યું. ત્યારે તેને કનકશ્રી નામની રાજકન્યા પરણાવી. તેણની સાથે વિષયસુખ ભેગવતાં તેને એક પુત્ર થયો. તેનું નામ શતબી - પાડયું. એકદા ક્ષેમંકર રાજા પુત્ર પત્ર અને પ્રપોત્ર સહિત સભામડપમાં શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા હતા, તે વખતે ત્યાં ઈશાન કલ્પવાસી મિથ્યાત્વવડે મેહ પામેલ ચિત્રચૂડ નામનો કોઈ દેવ આવ્યા. અને તે ક્ષેમકર રાજાની પાસે આ પ્રમાણે છે કે –“હે રાજન ! જગતમાં કોઈ દેવ નથી, ગુરૂ નથી, પુણ્ય નથી, પા૫ નથી, જીવ નથી, તેમજ પરલોક પણ નથી.” આ પ્રમાણે તેનો નાસ્તિકવાદ સાંભળી વાયુધ કુમારે તેને કહ્યું કે–“હે દેવ ! આવો તારે નાસ્તિકવાદ ગ્ય નથી. કારણકે તેમાં તું જ દષ્ટાંત છે. જે તેં પૂર્વ ભવમાં કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust