SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 110 શ્રી શાંતિનાથ ચરિત્ર. યથાવિધિ તપ કર્યો ત્યારે સર્વ લોકોએ તેને પારણાને દિવસે મનોહર ભક્ષ્ય ભેજ્ય વિગેરે આપ્યું. તથા જે જે ગૃહસ્થને ઘેર તે કામ કરતી હતી તેઓએ તપના ગુડ્ઝને લીધે જેટલું આપતા હતા તેનાથી બમણું ભેજન, વસ્ત્ર વિગેરે આપ્યું. આથી કરીને તે કાંઈક ધનવાળી થઈ. એકદા તેના ઘરની એક ભીંત પડી ગઈ, તેમાંથી ઘણું ધન નીકળ્યું. તે ધનવડે તેણીએ ઉદ્યાપન પ્રારં, તથા જિનચૈત્યને વિષે વિશેષ પૂજા પ્રારંભી, પ્રાંતે તેણુએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. તેજ દિવસે તેણીને ઘેર માસના ઉપવાસી સુરત નામના મહામુનિ પધાર્યા. તે વખતે શ્રીદત્તાએ તેમને શ્રેષ્ઠ ભક્તિથી નિર્દોષ આહારપાછું વહોરાવ્યાં, અને પછી ભક્તિથી મુનિને વંદના કરી. આ પ્રમાણે ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈ હર્ષ પામીને તેણીએ મુનિને ધર્મ પૂછયે. ત્યારે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર! અત્યારે અહીં ધર્મને વિચાર કરવા યોગ્ય સમય નથી. તારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે અવસરે ઉપાશ્રયે આવીને વિસ્તારથી ધર્મ સાંભળજે.” એમ કહી પિતાને સ્થાને જઈ તે મુનિએ વિધિથી પારણું કર્યું. ત્યારપછી સ્વા ધ્યાય ધ્યાન કરી તે મુનિ બેઠા હતા, તે વખતે સમય જાણુને નગર વાસી લકે તથા તે શ્રીદત્તા ઉપાશ્રયે જઈ તે મનિને વંદના કરી યોગ્ય સ્થાને બેઠા. મુનિએ તેમને ધર્મલાભની આશીષ આપી. પછી - શ્રી દત્તા અને નગરના લોકોને પ્રતિબંધ કરવા માટે તેમણે ધર્મદેશના આપી. તેમાં તે મુનિ બેલ્યા કે— . अयमों परोऽनर्थ-इति निश्चयशालिना / . भावनीया अस्थिमजा, धर्मेणैव विवेकिना // 1 // “આ અર્થ છે અને બીજે સર્વ અનર્થ છે એ પ્રમાણેના નિશ્ચયથી શોભતા વિવેકી પુરૂષે ધીમે કરીને જ પોતાના અસ્થિ અને મજજા ભાવવા લાયક છે. અર્થાત્ અસ્થિમજા પર્યત ધર્મને પ્રચાર કરવા એગ્ય છે. ' આ “વિવેકી પ્રાણુએ પોતાના મનમાં વિચાર કરવો જોઈએ કે પરમાર્થ વૃત્તિઓ કરીને (ખરેખરી રીતે જોઈએ તે) ધર્મનું આરાધન P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy