________________ તૃતીય પ્રસ્તાવ. ' 100 હે ભવ્ય પ્રાણીઓ ! આ પાંચ સંસારી જીવને કર્મબંધનાં કારણે છે. તેમાં પહેલું કારણ મિથ્યાત્વ જાણવું. મિથ્યાત્વ એટલે સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે. 1. બીજું કારણ અવિરતિને જરા પણ ત્યાગ ન કરવો તે. 2. ત્રીજું કારણ કષાયે એટલે ક્રોધ, માન, માયા અને લોભ કરવો તે. 3. ચોથું કારણ પ્રમાદના ચાર પ્રકાર છે. તેમાં કાષ્ઠથી અને લેટથી ઉત્પન્ન થયેલું બન્ને પ્રકારનું મધ તેનું સેવન કરવું એ પહેલો પ્રમાદ છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિના વિષયે એ બીજો પ્રમાદ છે, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિ એ પાંચ પ્રકારની નિદ્રા ત્રીજો પ્રમાદ છે, તથા રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, અને ભક્ત (ભેજન) કથા એ ચાર પ્રકારની વિકથા તે ચે પ્રમાદ છે. આ ચાર પ્રકારના પ્રમાદ ચોથું બંધનું કારણ છે. 4. તથા દુષ્ટ યોગો એટલે મન, વચન અને કાયાના અશુભ વ્યાપાશે તે પાંચમું બંધનું . કારણ છે. 5. આ સર્વે પાપબંધનાં કારણે ત્યાગ કરી મોક્ષસુખ આપનારા ધર્મમાં મતિ કરવી ગ્ય છે.” - આ પ્રમાણેનીદેશના સાંભળી દમિતારિ રાજાની પુત્રી કનકશ્રીએ વિનય પૂર્વક કીર્તિધર મુનિને પૂછયું કે—“હે મુનિ ! મારે બંધુએને વિયોગ થયો, તથા મારા પિતાનું મરણ થયું, તેનું શું કારણ? તે આપ કૃપા કરીને કહો.” આ પ્રમાણે તેને પૂછવાથી મુનિ બોલ્યા કે –“હે ભદ્રે ! બંધુને વિયેગ અને પિતાનું મરણ એ વિગેરેનું કારણ સાંભળ– - ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભરત ક્ષેત્રમાં મોટી સમદ્વિવાળું શંખપુર નામનું નગર છે. તે નગરમાં સંતતિ વિનાની શ્રીદત્તા નામની કોઈ નિર્ધન સ્ત્રી રહેતી હતી. તે અન્યને ઘેર કામકાજ કરીને આજીવિકા ચલાવતી હતી. એકદા દ્રારિવડે પીડાયેલી છતાં પણ તેણીએ મુનિની પાસે ધર્મ સાંભળી ધર્મચક્રવાળ નામને તપ કર્યો. તે તપમાં પહેલો અને છેલ્લે અઠ્ઠમ કરવામાં આવે છે અને મધ્યમાં સાડત્રીશ ઉપવાસ કરવામાં આવે છે. પછી તપ પૂર્ણ થયે શક્તિ પ્રમાણે દેવ અને ગુરૂની ભક્તિ કરવાની છે. આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust