________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થશે, તેનું નામ કમીગુ પાડવામાં આવશે. તે પ્રથમ કુમાર પદવી ને પામી અનુક્રમે રાજા થશે.” . આ પ્રમાણે સાંભળી રાજાએ ફરીથી પૂછ્યું કે–“હે મહાત્મા ! મિત્રાનંદનું અપરાધ વિના ચેરની જેમ મરણ કેમ થયું ? રત્નમજરી રાણું મરકીનું કલંક કેમ પામી ? અને મને બાલ્યાવસ્થાથીજ બંધુને વિયેગ કેમ થયો? તથા અમારે પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ? " આ પ્રમાણેના રાજાના પ્રશ્રનો સાંભળી મુનિએ જ્ઞાનના ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી આ પ્રમાણે કહ્યું –“હે રાજ! સાંભળ આ ભવથી ત્રીજા ભવ ઉપર તું ક્ષેરિ નામને કુટુંબીક (કણબી) હતો. તેને સત્યશ્રી નામની ભાર્યા હતી. તેને ઘેર ચંડસેન નામનો કમકર હતો. તે કર્મકર , પિતાના સ્વામીની ઉપર ભક્તિમાન, પ્રીતિમાન અને વિનયવાન હતો. એકદા તે કર્મકર પિતાના ક્ષેત્રમાં કામ કરતો હતો તે વખતે પાસેના ક્ષેત્રમાંથી કઈ મુસાફરને તેણે અનાજની શગ લેતાં જોયે. તે જોઈ તે કર્મ કરે કહ્યું કે “અહો ! આ ચોરને પકડી વૃક્ષ ઉપર લટકાવો.” તે સાંભળી ક્ષેત્રના સ્વામીએ તે તેને કાંઈ પણ કહ્યું નહીં, પરંતુ તે મુસાફર કર્મકારના વચનથી મનમાં દુ:ખી થયો અને તેણે વિચાર્યું કે –“ક્ષેત્રને સ્વામી તો કાંઈ પણ કહેતું નથી અને આ બીજા ક્ષેત્રમાં રહેલો પાપી કેવું કઠેર વચન લે છે?” એમ વિચારતો પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે તે કર્મ કરે કેપથી કઠેર વાણવડે ચીકણું કર્મ બાંધ્યું. એકદા ભજન કરતી વખતે પુત્રવધુના ગળામાં ઉતાવળને લીધે કોળીઓ અટકી ગયે, ત્યારે તે કુટુંબિકની સ્ત્રી સત્યશ્રીએ કહ્યું કે–“હે રાક્ષસી ! તું નાને કળીએ કેમ ખાતી નથી, કે જેથી ગળે તો ન વળગે?” ત્યારપછી એકદા તે કણબીએ કર્મકરને કહ્યું કે–“હે ભૂત્ય ! આજે અમુક ગામમાં અમુક કામ છે, માટે તું ત્યાં જ.” ત્યારે તે બોલ્યા કે— “આજે મારે મારા સ્વજનેને મળવાની ઉત્કંઠા છે, માટે આજે નહીં જાઉં.” તે સાંભળી ઈર્ષ્યાથી કણબીએ કહ્યું કે -" તારા સ્વજને તને કદાપિ ન મળે.” તે સાંભળી કર્મ કર મનમાં દુઃખી થયે, પરંતુ તે ત્યાંજ રહ્યો, સ્વજનને મળવા ગયે નહીં. અન્યદા તે કણબીને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Juri Gun Aaradhak Trust