________________ તૃતીય પ્રસ્તાવ. याति दर मसौ जीवोऽपायस्थानादयद्रुतः।। तत्रैवानीयते भूयो-ऽभिनवप्रौढकर्मणा // 3 // આ પ્રાણ ગમે ત્યાં જાઓ અને ગમે તે કાર્ય કરે, તે પણ તે પૂર્વે કરેલા કર્મથી મૂકાતો નથી. વૈભવ, નિર્ધનતા, બંધન કે મરણ જે પ્રાણને જે ઠેકાણે જે વખતે પામવાનું હોય છે, તે પ્રાણીને તે જ ઠેકાણે તે જ વખતે તે જ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કચ્છના સ્થાનથી ભય પામેલે આ જીવ ગમે તેટલે દૂર જાય તે પણ ઉદયમાં આવેલા દ્રઢ કર્મો કરીને ફરીથી પાછો ત્યાં સ્વયમેવ જ આવે છે અથવા તેને લાવવામાં આવે છે.” આ પ્રમાણે વિચાર કરતા મિત્રાનંદને વિના અપરાધે આર- | ક્ષકના સેવકેએ તેજ વડ ઉપર ફાંસીએ બાંધ્યું અને તે મરણ પામ્યા. પછી એકદા ત્યાં શેવાળના બાળક મોઈડાંડીએ રમતા હતા તેમની મેઈ પૂર્વ કર્મના ભેગથી ઉડીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે શ્રીગુરૂના મુખથી મિત્રને વૃત્તાંત સાંભળી તેના ગુનું સ્મરણ કરી અમરદત્ત રાજા વારંવાર ગાઢ સ્વરે વિલાપ કરવા લાગ્ય, તથા રત્નમંજરી દેવી પણ તેના ગુણસમૂહનું સ્મરણ કરી અત્યંત દુઃખી થઈ. તે બન્નેને વિલાપ કરતા જોઈ ગુરૂએ તેમને કહ્યું કે–“દુઃખને ત્યાગ કરી સંસારના સ્વરૂપની ભાવના કરો. આ ચાર ગતિવાળા સંસારમાં પ્રાણીઓને વાસ્તવિક સુખને લેશ પણ નથી અને નિરંતર દુઃખ જ છે. સંસારમાં કોઈ પણ જીવ એવો નથી કે જે મરણથી પીડા પામ્યું ન હોય. ચક્રવતી અને વાસુદેવ જેવા મહાપુરૂષે પણ મરણને પામ્યા છે. તેથી હે રાજન ! શેકનો ત્યાગ કરી ધર્મકર્મમાં ઉદ્યમ કરે, કે જેથી ફરી આવું દુઃખ પ્રાપ્ત ન થાય.” પછી રાજાએ પૂછયું કે–“હે ભગવન ! હું ધર્મ કરીશ; પરંતુ મિત્રાનંદને જીવ મરીને કયાં ઉત્પન્ન થયે છે તે કહો.” સૂરિ બેલ્યા કે–“હે રાજા! આ તારી રાણીની કુક્ષિમાં તે મિત્રાનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે છે. કારણ કે તેણે મરતી વખતે એવી ભાવના ભાવી હતી. સમય પૂર્ણ થયે તે પુત્રને જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust