________________ અષ્ટમ પરિચ્છેદ. ( 83 ) જેમ તે કંઈક એવું બોલતી હતી કે જે આ સાધ્વીજીઓ મુદ્દલ સમજી શકી નહીં. છેવટે તેમણે સુધર્માચાર્યની પાસે એ બન્ને સ્ત્રી-પુરૂષને લઈ જવાનો ઠરાવ કર્યો. * સુધર્માચાર્યો પિતાના જ્ઞાનવડે આખી ઘટના તપાસી, અને શંકાનો ખુલાસે સંભળાવતાં કહ્યું કે આ સ્ત્રી સુલેચના જ છે એ વિષે કંઈ શંકા નથી. બન્યું એવું કે સુચના અને કનકરથ યુવરાજ ભરનિદ્રામાં સૂતાં હતાં તે વખતે એક શેકે ઈર્ષ્યાથી પ્રેરાઈ એવું કામણ કર્યું કે જેથી બન્નેને બુદ્ધિભ્રમ થઈ ગયું. પિતાએ વૈદ્ય વિગેરેને બોલાવી અનેક ઉપચારે કરી જોયાં. પણ તેમના પ્રયાસ વ્યથ નીવડ્યા. આજે તેઓ ગાંડાની જેમ ફરતાં-રઝળતાં આ નગરીમાં આવી ચડ્યાં છે. " વસુમતીની વિનંતીથી, ગુરૂદેવે બુદ્ધિભ્રમ દૂર કરનારું ચૂર્ણ આપ્યું. એ ચૂર્ણના પ્રતાપે ઉન્મત્ત સ્ત્રી-પુરૂષને મતિવિભ્રમ દૂર થયો. એમને પિતાની દુરવસ્થા સમજાઈ. સુચના પિતાની બન્ને બહેનોને સાધ્વીજીના સ્વરૂપમાં જઈ બહુ જ આશ્ચર્ય પામી. વસુમતીએ કહ્યું કે " બહેન, કનકરથ રાજકુમાર જ્યારે તને પિતાના અંતઃપુરમાં લઈ ગયો તે જ વખતે સુમંગળ વિદ્યાધરે મારા પતિનું રૂપ લઈ મને છેતરી. કેટલાય દિવસ સુધી મેં ભૂલથી એ વિદ્યાધરને જ મારા પતિ માન્યા, પણ જ્યારે મને સાચી વસ્તુ સમજાઈ ત્યારે હું ક્રોધથી સળગી ઉઠી. એ દુષ્ક વિદ્યાધર પ્રત્યે અત્યંત તિરસ્કાર છૂટ. સદ્ભાગ્યે મારા પતિ ધનપતિ-જેઓ પોતાના પુન્યબળે દેવભવ પામ્યા હતા તેમણે મને દુસાહસ કરતાં રોકી. એમના સબેધથી મેં સંસારને ત્યાગ કર્યો, અને તે પછી તે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust