________________ અષ્ટમ પરિચ્છેદ. ( 81 ) દેશની અસર ધનવાહનના સરળ હૃદય ઉપર થવા લાગી. એક દિવસ તેણે પોતે જ કહ્યું. ભગવાન ! આપની અમૃતમયી વાણી સાંભળી સદાને માટે આપના ચરણમા રહું, આપની આજ્ઞાને અનુસરું અને પાંચ મહાવ્રત પાસું એ ઉલ્લાસ પ્રગટે છે. પણ ઘણાં જુના કાળને મેહ રૂંવે રૂંવે વ્યાપેલા વિષની જેમ મારાથી દૂર જઈ શકતો નથી. મને બીજું કઈ જ નહીં, પણ મારી સ્ત્રી અનંગવતી સાથે દીક્ષા આપે અને માત્ર આઘેથી જોઈ હોવા પૂરતી જ છૂટ = આપો તે આ સંસારનાં બધા બંધને તોડી નાખવા તૈયાર છું. સ્ત્રીના મેહ કે દુરંત હોય છે? મેહ દુર્ગતિમાં પછાડે છે એમ સમજ્યા છતાં સુજ્ઞ માણસ પણ મેહના સામર્થ્ય પાસે _ કેટલે લાચાર બની જાય છે. ધનવાહન સંસારના સઘળાં સુખ વિલાસ તજવા તૈયાર હતે, માત્ર અનંગવતીના દર્શનની ઉત્કંઠા અલગ કરી શકશે નહીં. સૂરીશ્વરે વિચાર કર્યો કે ધીમે ધીમે મહિના આ પ્રબળ તરંગો પણ શમી જશે અને દીક્ષા લીધા પછી સૂત્રાર્થમાં નિપુણતા પ્રાપ્ત કરીને પિતે જ રાગદશાને તિલાંજલી આપશે. આ વિચાર કરી સૂરીશ્વરે અનંગવતી અને ધનવાહનને વિધિપૂર્વક દીક્ષા આપી. અનંગવતી ચંદ્રયશા નામે મહત્તરિકા * પાસે રહી સાધ્વીની ક્રિયાઓ કરવા લાગી અને ધનવાહન મુનિ ગુરૂચરણમાં રહી સૂત્રાથને અભ્યાસ કરવા લાગ્યા. એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા. અભ્યાસ અને અનુભવને અંતે ધનવાહન મુનિને લાગ્યું કે દીક્ષાવ્રત લીધા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust