________________ અષ્ટમ પરિચછેદ. ( 77 ) બાણ છોડયું. ઉગ્ર વિષને ધારણ કરતા એવા અસંખ્ય સર્પો ચિત્રવેગના અંગની આસપાસ વીંટળાઈ વળ્યા. સપના ભારથી તે પૃથ્વી ઉપર પડ્યો, અને નાગ–પાસના તિવ્ર બંધનને લીધે તેને અંગે–અંગમાં અસહ્ય વેદના થવા લાગી. તે એક વૃક્ષ નીચે મૂછ ખાઈને પડયે. શરીરના સાંધે સાંધા જાણે હમણા જ ટુટી જશે એમ તેને લાગ્યું, કનકમાળા ધાર આંસુએ રડવા લાગી. પિતાની જ ખાતર આ બધું દુઃખ ચિત્રવેગને સહન કરવું પડે છે એમ કહી તે ખૂબ આકંદ કરી રહી. - આ આકંદને અવાજ સુપ્રતિષ્ઠના કાને પડશે. અવાજને ને અનુસરી તે આ ચિત્રવેગની પાસે આવી ચડયા. . સુપ્રતિષ્ઠને ચિત્રવેગ બોલ્યાઃ “મારા પુણ્યને લીધે જ તમે છે અહીં આવી ચડયા છે. નવાહન મારી સ્ત્રી-કનકમાળાને હમણાં જ લઈ અહીંથી ચાલ્યા ગયે.” સુપ્રતÅ જે રૂદન સ્વર સાંભળ્યા હતા તે આ કનકમાળાના હશે એવી તેને ખાત્રી થઈ. પછી તેણે દિવ્યમણીનું જળ નાગપાસ ઉપર છાંટયું અને એ રીતે ચિત્રવેગને પીડામાંથી બચા. મણીના પ્રભાવે સર્વે બીજી કંઈ ઈજા કરી શકયા નહીં. ત્યારબાદ ચિત્રવેગે પિતાને બધે વૃત્તાંત સવિસ્તર કહી સંભળાવ્યું. એ જ વૃત્તાંત્ત સુપ્રતિષ્ઠ ધનદેવને સંભળાવે છે એ વાંચકોને સ્મરણમાં હશે. ) સુપ્રતિષ્ઠને વિચાર થયો કે " આવા કુશળ માણસે પણ પ્રેમના ફાંસામાં ફસાઈ કેટલી આપત્તિઓ હેરી લે છે? રાગાંધ માણસ નીતિ-અનીતિ કે પોતાના સાહસના પરિણામને પણ વિચાર કરી શકતું નથી. વિષયસુખ માણસ માત્રને કેવી દુખદ સ્થિતિમાં લાવી મૂકે છે ? અજ્ઞાનતા અને રાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust