________________ 0 = == = ઉત્તમ રીતે વૈધવ્ય પાળતાં, ઉપધાન વહન વગેરે તપશ્વર્યા, દાન-ધર્મનું પાલન, અને દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધાપૂર્વકસેવા કરે છે. તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી છે તે બંનેને સારું શિક્ષણ આપી પિતાનું જીવન શાંતિપૂર્વક વહન કરે છે. અમે તેમનું ધર્મમય જીવન સુખ અને શાંતિપૂર્વક વ્યતીત થાય અને પુત્ર, પુત્રી સારું શિક્ષણ પામી તેમના માતપિતાના ઉત્તમ પગલે ચાલે એમ પ્રાર્થના કરીએ છીએ. જ્ઞાન અને જ્ઞાનભક્તિના શુભ ચિન્હ તરીકે આવા ઉપગી ચરિત્રગ્રંથ પ્રસિદ્ધ કરી-કરાવી જ્ઞાન–સાહિત્ય સેવા કરવી તે પ્રસંશનીય હોઈ તે ઉત્તમ માર્ગ ગ્રહણ કરનાર શ્રીમતી કસ્તુર બહેન ધન્યવાદને પાત્ર છે અને અન્ય બહેનને તે અનુકરણીય છે. પ્રકાશક GITA Jun Gun Aaradhak Trust