________________ પંચમ પરિચ્છેદ. ( 11 ) તે રમાં પહેલેથી જ છુપાઈ જવું અને કનકમાળાને ઉપાડી તારે = નાસી છૂટવું. એમ કર્યા વિના બીજે કઈ માર્ગ નથી.” પણ કનકમાળા ઘેર પાછી ન ફરે તે માટે કેળાહળ થાય અને કદાચ આપણે પકડાઈ જઈએ તે ?" ચિત્રવેગે પૂછયું. કનકમાળાનાં બધાં કપડાં હું પોતે પહેરી લઈશ-કનકમાળાને આબાદ વેશ કાઢીશ અને કનકમાળા કયાંઈ નથી. = ગઈ એવી ભ્રમણમાં તેના સગાં-સંબંધીઓને નાખી દઈશ. તમે મારે વેશ કનકમાળાને પહેરાવી, જેટલું ભગાય તેટલું ભાગજો. તમારો વાંકે વાળ પણ કોઈ નહીં કરે.” ચિત્રગતિએ પિતાની આખી ચોજના કહી સંભળાવી. - મને આ ઉપાય ગમી ગયે. ચિત્રગતિ જે એક અપરિચિત પુરૂષ, બીજાના દુઃખને ટાળવા કેટલું સાહસ ખેડે છે તે જોઈ મારા આશ્ચર્યને પાર ન રહ્યો. પણ હવે આભારવિધિમાં કે ચર્ચામાં વખત ગાળવા જેટલે અવકાશ ન હતો. તત્કાળમાં જ અમારે બધી તૈયારી કરી લેવી જોઈએ. 1 . 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust