________________ તૃતીય પરિચ્છેદ. (27) કરો " એમ 4 વાર રકઝક ચાલી. આખરે મારા પિતાની રજા લઈ હું ભાનુવેગની સાથે કુંજરાવ7ન નગરમાં આવી પહોંચે. ' અહીં મેં કેટલાક દિવસ બહુ જ શાંતિ, આરામ ને આનંદમાં ગાળ્યા. એક વાર રાત્રિના પાછલા પહોરે મને એક સ્વપ્ન આવ્યું. જાણે કે શ્વેત રંગની ભવ્ય પુષ્પમાળા લેવા હાથ લંબાવું છું પણ માળા કેમે કરતાં લઈ શકાતી નથી. કેઈ એક મિત્ર તે લાવી આવે છે. કંઠમાં પહેરવા જઉં છું તેટલામાં તે પી જાય છે, મારું અંતર ચિરાય છે, માળા પાછી દેખાય છે, પણ તે સૂકાઈ ગયેલી જણાય છે. વળી એક મિત્ર આવી તેને સજીવન કરી મારા કંઠમાં આપે છે. એટલામાં હું જાગી ઉઠું છું. આ સ્વપ્નને અર્થ હું કઈ રીતે નક્કી કરી શક્યો નહીં. ભાનુબેગને તેને ખુલાસે પૂછ, પરંતુ તે પણ સ્વપ્નને અર્થ સમજવામાં નિષ્ફળ ગયે. તે એક દિવસે અમે એ સ્વપ્નને અર્થ સમજવા પ્રયત્ન કરતા હતા એટલામાં નગરનાં અસંખ્ય સ્ત્રી-પુરૂષે વિવિધ વસ્ત્રાલંકાર સજી ઉદ્યાન તરફ જતાં જણાયાં. ભાનુવેગને મેં પૂછ્યું આ લોકો કયાં જતા હશે ?" - “આજે મદન-દશી છે. મકરંદ ઉદ્યાનમાં નગરનાં યુવકે ને યુવતીઓ આજે મદનેત્સવ ઉજવશે.” ભાનુવેગે ઉત્તર આપે. - આ સુંદર ઉત્સવ જેવાને મળતો હોય તે ઘરના ખૂણામાં બેસી રહેવાનું કેને ગમે? અમે બન્ને જણ મકરંદ ઉદ્યાનમાં ગયા. વસંતને પ્રભાવ અહીં પૂરબહારથી ખીલી નીકળ્યું હતું. -મલયાચલ પવનની મંદ મંદ લહેરે વૃક્ષની શાખાઓ સાથે. =કિડા કરી રહી હતી. ખીલેલાં પૃપે અને મંજરીઓ વડે મ- દત્સવમાં અનેરે રસ ઉભરાતે હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust