________________ ઉપદેશધારા. (287). થયેલાં છ સંસારસમુદ્રમાં આમતેમ રઝળે છે, માટે મુમુક્ષુઓ ! ચેતે ! પ્રમાદરૂપી પિશાચને ત્યાગ કરો. આ સંસારસમુદ્ર તરવામાં નૌકા સમાન શ્રી જૈનધર્મને વિષે શ્રદ્ધા રાખી ઉત્તમ પ્રકારે ઉદ્યમ કરો. આ સંસારમાં બંધુ સમાન જે કઈ હોય તો તે સમ્યક્ત્વ ધર્મ જ છે. અન્ય બંધુઓ સ્વાર્થના સગા હોય છે, ધર્મ જ પ્રાણીને સદાને સારૂ સુખદાયક રહે છે. દ્રવ્યભંડાર ગમે તેટલે દાટી રાખ્યું હોય, પશુ–પ્રાણુ ગમે એટલી મોટી સંખ્યામાં હોય અને માર્યા ગમે તેવી સુંદર હોય, પણ લોકાંતરમાં એ કોઈ સાથે નથી આવતાં. બધું ત્યાં ને ત્યાં જ પડી રહે છે. નેહીઓ અને કુટુંબીઓ બહુ બહુ તે અપાત કરીને બેસી રહે છે. ધર્મ એ એક જ એવો બંધું છે કે જે પરલોકમાં પણ મનુષ્યને સાથ નથી છેડા માટે જગતના સારરૂપ એવા ધર્મની જ આરાધના કરજે.” ( સપ્તમ પછિદમાં) સુદર્શન આચાર્યને ઉપદેશ. હે ભવ્ય પ્રાણીઓ ! સમ્યગદર્શનરૂપી જેનું મૂળ છે, પંચ મહાવ્રતરૂપી મોટો અને સુદ્રઢ જેને સ્કંધ છે, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, તપ અને સંયમાદિક જેની શાખાઓ છે, વિવિધ અભિગ્રહરૂપી ગુચછે જેમાં લચી રહ્યા છે, મનહર શીલાંગરૂપી પત્રો જેને વિષે ફરફરી રહ્યાં છે, ઉત્તમ લબ્ધિરૂપ પુષ્પ જેમાં સુવાસ પ્રગટાવી રહ્યા છે, સ્વર્ગ અને મોક્ષ જેવાં મને ડર સુખ જ જે વૃક્ષના ફળરૂપ છે એવું આ ચારિત્રરૂપ કલ્પવૃક્ષ છે. સંસારના તીવ્ર તાપથી તપેલા જીવને એ શીળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust