________________ (286) સતી સુરસુંદરી દુર્લભ છે. તેમાં સત કુલની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. સકુળ મળે તે પણ શ્રી જિનેંદ્રિકથિત ધર્મની પ્રાપ્તિ પણે બહુ બહુ દુષ્કર છે. જૈનધર્મ પ્રાપ્ત કર્યા પછી હમેશાં વાસનાઓને ત્યાગ કરવામાં અને શુદ્ધ ધર્મ આચરવામાં જ ઉઘુક્ત થવું જોઈએ. પ્રમાદને સર્વથા ત્યાગ કરજે. પ્રમાદને વશ થએલાં પ્રાણીઓ બહુ અનર્થને પાત્ર થાય છે. ઉભયલકને વિષે પ્રમાદ દુઃખ દે છે. આ જગતની અંદર પ્રાણી માત્ર વૈભવની ઈચ્છા રાખે છે, છતાં સંપત્તિ તેમનાથી દૂર ને દૂર જ રહે છે, કારણ કે દુષ્ટ પ્રમાદ પગલે પગલે એમને નડે છે. પ્રમાદને લીધે જ પ્રાણી આધિ-વ્યાધિનો ભોગ બને છે. ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણ પ્રમાદને લીધે ભેગવી શકાતા નથી. સારાં કાર્યોને વિનાશ કરવામાં જ પ્રમાદ પતે અભિમાન લે છે. આ પ્રમાદ શત્રુને તમે કોઈ રીતે આશ્રય આપશે મા. હિ! ભવ્યજને હથેલીમાં રહેલા પાણીની જેમ આયુષ પળે પળે ક્ષીણ થાય છે, માટે શ્રી જિનેંદ્રભગવાને કહેલા ધર્મનું આરાધન કરો. કોઈ પણ સમયે પ્રમાદ કરશે માં. દર્ભ અને સાયના અગ્રભાગમાં રહેલા જલબિંદુની જેમ જીવિતને નાશવંત માનજો અને જીવનના સારભૂત શદ્ધ ધર્મને વિષે ઉદ્યમવંત રહેજે. / કર્મની ગતિ બહુ ગહન છે. કર્મને નિર્મૂળ કરવામાં પ્રમાદ ન સેવશે. આ સંસારમાં દુઃખ માત્ર પ્રમાદથી જ થાય છે. ચારે ગતિને વિષે દરેક પ્રાણ પ્રમાદને ત્યાગ કર જોઈએ. જન્મ, જરા, રેગ, શેક, મરણ અને બીજા સેંકડો દુઃખાનો હેતુ એક માત્ર પ્રમાદ છે. પ્રમાદથી પ્રેરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust