________________ (278) . સતી સુરસુંદરી. ને પૂરે સારો આહાર પણ મળી શકતું નથી તેથી તેને હમણા કુરેગ થયેલ છે અને દુઃખથી અહીંતહીં રઝળે છે.” એ પ્રમાણે સૂરદ્ર પાસેથી વૈરાગ્યને ઉપદેશ અને વીતકકથા સાંભળી મકરકેતુએ. સુરસુંદરીના બીજા પુત્ર અનંગકેતુને રાજગાદી સ્થાપી શ્રી ચિત્રવેગસૂરીશ્વરના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી. સુરસુંદરીએ પણ વૈરથી ઉત્પન્ન થતાં દારૂણ દુઃખની વાત સાંભળી, કનકમાલા ગુરૂણીની પાસે દીક્ષાવ્રત લીધું. એ પ્રમાણે વ્રતની સિદ્ધિવડે ત્રણે પૂર્વ ભવની હેને અહીં કઠી થઈ તેમના પૂર્વભવના સ્વામી એવા તે ત્રણ મિત્રો પણ મિલાપ પામ્યા. મકરકેતુ મુનિ, શ્રી ચિત્રગતિ વાચક પાસે અંગ તથા અન્ય સૂત્રને અભ્યાસ કરે છે અને ગુરૂશ્રી ચિત્રવેગ આચાર્ય પાસે મૂળ અર્થ અવધારે છે. બુદ્ધિની તીવ્રતાને લીધે થોડા જ સમયમાં તે મહાસત્ત્વ સૂત્રેના અર્થની તુલના કરવા લાગ્યા. આખો દિવસ તપ અને અધ્યયનમાં વીતાવી રાત્રીના સમયે ખેતવનમાં (સ્મશાનમાં જઈ કાત્સગ કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં શ્રી ત્રિવેગ આચાર્ય ચંપાપુરીમાં પધાર્યા. મકરકેતુ મુનિ સ્મશાનભૂમિમાં પ્રતિમા ધારી રહે છે. ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયમાં મુનિઓની વચ્ચે બેઠા હતા એટલામાં એમને વિકથામાં પ્રમત્ત થયેલા જોઈને એક દેવ હરી ગયે. વિમિત બનેલા મુનિએ ગુરૂદેવની પાસે ગયા અને એમને આ હરણની વાત સંભળાવી. ગુરૂએ પૂર્વગત જ્ઞાનને ઉપગ મૂકી એ વેરીનું વૃતાંત જાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust