________________ ડશ પરિચ્છેદ ( 269 ) વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પદ્ધોદરા નામની કન્યા સાથે એને વિવાહ થશે. એની જ આ પુત્રી મદના નામે છે.” . . તો તે એ સહજમાં મને મળી જશે. " અનંગકેતુએ આનંદને ઉભરો ઠાલ. “નહીં, યુવરાજતમે માનો છે એટલું સહજ નથી. જલકાંત વિદ્યાધરનો પુત્ર જળવેગ વિદ્યાધર પોતે જ એ કન્યાના હાથને ઉમેદવાર છે. એની માગણી પણ થઈ હતી, પરંતુ એ પછી શું બન્યું ? તેની મને ચોક્કસ ખબર નથી.” વસંત મિત્રે ખુલાસો કર્યો. અનંગકેતુએ હવે વગર વિલંબે મદનગાને વરવાનો નિશ્ચય = કરી લીધું. મદનવેગા ન મળે તે એનું આખું જીવન શુન્યમય બની રહે એ એને ભય લાગ્યું. વસંતને એણે વિનતિના રૂપમાં કહેવા માંડયું –“જે તું મને એક મિત્ર તરિકે સાચા હૃદયથી ચાહતે હે તે તું અત્યારે ને અત્યારે જ મારા પિતા પાસે જા અને મેઘનાદની આ કન્યા મને મળે એ પ્રબંધ કર. એમાં જે વિલંબ થશે અને મને મદનવેગા નહીં મળે તો સમજજે કે મારા જીવનને અંત આવી જશે.” વસંતે એ વાત અસરકારક શબ્દમાં મહારાજાને કહી સંભળાવી. મહારાજાએ તરત જ મેઘનાદને પિતાની પાસે લાવી પોતાના પુત્ર માટે એની કન્યાની એગ્ય શબ્દમાં માગણી કરી. મેઘનાદે એ ગાનુયેગમાં પિતાનું અહોભાગ્ય જ માન્યું. એક મંગળ દિવસે, મંગળ મુહુર્તે ગંગાવનગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust