________________ ષોડશ પરિચ્છેદ. ( 263 ) નવી સમસ્યાઓ ઉપજાવવામાં અને પૂછાયેલી સમસ્યાઓ ઉકેલવામાં બન્ને જણ મશગુલ હતાં એટલામાં એક ભયંકર અકમાત્ બન્યો. કુંફાડા મારતે, ફણ ઉછાળતો એક કાળે - નાગ કેણ જાણે કયાંથી ધસી આવ્યું. પૂર્વને કઈવૈરી હોય તેમ એ દંપતીના પૃષ્ઠભાગને બહુ રાષપૂર્વક ડંખી, સડસડાટ ચાલી નીકળે. સુરસુંદરીએ એક કારમી ચીસ પાડી. અંગરક્ષકે હાથમાં ખગ લઈ તત્કાળ દેડી આવ્યા. નાસતે સર્ષ સંતાઈ જાય તે પહેલાં જ રાજાના અનુચરાએ તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. એક ઘધમાં બધે હાહાકાર વર્તી ગયે. સપે તો મુઓ, પણ એનું કાતીલ ઝેર રાજા અને રાણીના દેહમાં વ્યાપી ગયું. અને અચેતન બની ઢળી પડ્યાં. ગારૂ- ડીએને બેલાવી, રાજપુરૂષોએ મંત્ર-જાપનો આરંભ કરી દીધો, બીજી તરફ જડીબુટ્ટીવાળા પિતપેતાના પ્રયોગો અજમાવવા લાગ્યા, ત્રીજી તરફ મંત્રેલા જળવડે રાજા-રાણીના શરીર સીંચાવા લાગ્યાં, વિદ્યાધરોએ પણ અનેકવિધ ઉપાય કર્યા; પરંતુ આગમાં ઘી નાખવાથી જેમ અગ્નિ એલવાય નહીં પણ ઉલટ વધે તેમ વિષને વિકાર વધુ ને વધુ ઉગ્ર થતા ચાલ્યા. “દિવ્યમણિ લા” રાજ મૂર્શિત અવસ્થામાં હોવા છતાં તેના મુખમાંથી એવા અવ્યક્ત શબ્દો નીકળ્યા. રાજાની હેન પ્રિયંવદાએ એ સાંભળ્યા. બાહુવેગ, તું અત્યારે ને અત્યારે કુંજરાવર્તે જા અને ત્યાં ભાનવેગને પુત્ર ચંદ્રવેગ નામને વિદ્યાધર રહે છે, તેને મારી વતી કહેજે કે તમે વિદ્યા સાધવા ગયા હતા તે વખતે તમો જે દિવ્યમણિ મારી પાસેથી લઈ ગયા હતા તે જલદી મને પાછા આપે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust