________________ (24) સતી સુરસુંદરી. બહું પ્રિય હતા. તમારી માતાનું નામ કુસુમાવલી અને તમારે પિતાનું નામ કનકર. તમે એક સ્ત્રીના વારમાં ગાંડા થઈ ગયા અને દેશ-દેશાંતર ભમતા દૂર ચાલ્યા ગયા. અમે તમારી ઘણી ઘણું શોધખોળ કરી, પણ કંઈ પતે ન લાગ્યું. આખરે હમારા નાના ભાઈને-વારથને ગાદી ઉપર બેસાડ્યા. હે વૈરાગ્યરંગથી પ્રેરાઈ દીક્ષા લીધી. વિધિપૂર્વક દીક્ષાવ્રત પાળી છે સૌધર્મ દેવલેકમાં સાત પાપમનું આયુષ બાંધી દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં ચંપા નગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રી ભાર્યાની કુક્ષીએ પુત્રપણે હું ઉત્પન્ન થયો. જન્મ સમયે મારું નામ પ્રશંકર રાખવામાં આવ્યું. | મારા પિતા મદિરાના કેફમાં હતા તે વખતે રાજલેભને લીધે વિમળ-મંત્રીએ તેમનું ખૂન કર્યું. રાજ્યલક્ષ્મી પતે. પચાવી બેઠા. હું એ વખતે માત્ર ત્રણ જ મહીનાનો હતો. મારી માતા બહુ ભયભીત બની ગઈ. મારું અને પોતાનું રક્ષણ શી રીતે કરવું એની ચિંતામાં માતાએ નાસી છુટવાનું પસંદ કર્યું. તે છાનીમાની નાસીને વિજયનગર પહોંચી. અહીં તે શંખ રાજા મારે મા થતું હતું. યૌવનવયમાં આવ્યા અને મંત્રીની દુષ્ટતાનું મને ભાન થયું એટલે વિમલમંત્રીની સામે મેં યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધમાં મંત્રી મરાયે અને મેં મારા પિતાની ચંપાનગરી સર કરી. વિમલના પુત્રો પણ મારી ધાકથી નાસી છુટ્યા. તેઓ હસ્તિશીષ નગરના રાજા જિતશત્રુની સેવામાં જોડાઈ ગયા. ઘણે વખત નીતિપૂર્વક રાજસૂગ ચલાવ્યું. પ્રજાનું નિષ્પક્ષપાતપણે રક્ષણ કર્યું. પ્રજાની આબાદી દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. મારા પરાક્રમથી મુગ્ધ બનેલા પાડેશી રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust