________________ (228) સતી સુરસુંદરી. T માની, આકાશ સામે નજર કરી સુચનાને પોતાની પાસ આવવા આગ્રહપૂર્વક વિનવે છે. પ્રેક્ષકે એની મશ્કરી કરે છે અને અટ્ટહાસ્ય કરતાં ત્યાંથી ચાલ્યા જાય છે. સુબંધુ એ બધું સહન કરે છે. - એક દિવસે તે રખડતો-રઝળતે-ભૂખ-તરસથી પીડાતા, તાપસકુમારના આશ્રમમાં જઈ ચડ્યો. આશ્રમની આસપાસ સુંદર વાતાવરણ પથરાયેલું હતું. કુલપતિએ તેને ધર્મને બાધ કર્યો, તેથી તે પોતાના વિરહદુઃખ અને વૈરને પણ ભૂલી ગયે. કુલપતિની સેવામાં રહી, તાપસકુમારોને ઉચિત એવી તેણે તપશ્ચિર્યા કરવા માંડી. બબ્બે-ત્રણ ત્રણ-ચાર ચાર માસની લાંબી તપશ્ચર્યા કરવા છતાં હવે તેને કંટાળો નથી આવતો. આમ તપશ્ચર્યા કરતાં તે કાળધર્મ પામ્યું. વેરાનુબંધ સાવ ભૂંસી શકે નહીં. કાળ કરીને પરમધાર્મિક દેવની મધ્યે તે અંબરીષ જ નામે દેવ થશે. ત્યાં ઉત્પન્ન થતાં જ તેણે પિતાના પૂર્વભવનું સ્મરણ કર્યું અને વિર્ભાગજ્ઞાનવડે પૂર્વભવના વેરીને જાણીને વેરને બદલે લેવા તૈયાર થયે. કનકર મુનિ એ વખતે રમશાનભૂમિમાં ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તે ઉભા હતા. સતત તપશ્ચર્યાને લીધે દેહ હાડપીંજર જે બની ગયે હતે. અંબરીષ એમને જોતાં જ પૂર્વ વરને લીધે લાલચોળ બન્યઃ “બસ, મારે વૈરી આ જ છે–એણે જ મારી સ્ત્રીનું હરણ કર્યું છે. મને દુસહ દુઃખ આપનાર ભલે આજે તેનું ફળ ભોગવી લે.” એ મતલબના ઉદગાર એના મુખમાંથી નીકળ્યા. - હવે અંબરીષે પિશાચનું રૂપ ધર્યું. કનકરથમુનિ ધ્યાનમાં ઉભા હતા ત્યાં જઈ તેણે મુનિના અંગમાંથી ચીપીયાવડે P.P. Ac. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust