________________ ( 222 ). સતી સુરસુંદરી આવવાનું તેણે માંડી વાળ્યું છે. સુલોચના એના હૃદયની અધિષ્ઠાત્રી બની છે. - સુચના અંતઃપુરમાં આવી તે પહેલાં કનકરથની અતિ માનીતી, રાજશ્રી નામની એક રાણે હતી. પગલે પગલે હવે તેનું માનભંગ થવા માંડયું. સુચના આવ્યા પછી કનકરશે એને ત્યાગ કર્યો. રાજશ્રી સપિની જેમ છ છેડાઈ. તે વિચારવા લાગી કે કનકરથ બીજી ઉપર આસક્ત થયે એમાં મેં શું અપરાધ કર્યો? સુચના શું મારા કરતાં પણ વધુ સુંદર હશે? કદાચ સુંદર હોય તે પણ એને મારા હક્ક અથવા અધિકારની વચ્ચે આવવાની કંઈ સત્તા નથી. ગમે તેમ પણ કનકરથ મારે જ છે અને મારે જ રહેવું જોઈએ. સુચનાઓ જ એની આંખમાં કામણનું આંજણ આંક્યું છે. હું એને હું બદલો લઈશ. - એક દિવસે રાજશ્રીએ, પરિવ્રાજિકાને નેહથી સત્કારપૂર્વક લાવી કહ્યું: " હવે આ દુઃખ મારાથી જોયું જાતું નથી. કનકરથ અને સુચના એકલા મેજ માણે અને અમે અહોનિશ બન્યા કરીએ, એ કયાંને ન્યાય?” પરિવ્રાજિકાએ કહ્યું –“હું એક ઈલાજ બતાવું, પણ એને વિચારીને ઉપયોગ કરશે. " : “એવું તે શું છે?” રાજેશ્રીએ જાણવા માગ્યું. * : “મારી પાસે એક ચૂર્ણ છે. તે તમે જેના માથા ઉપર નાખશો તે ગાંડાતૂર બની જશે, માટે જ કહું છું કે સાવચેતીથી કામ લેશે.” પરિત્રાજિકા એટલું કહી-ચૂર્ણ આપી વિદાય થઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust