________________ ( 214 ) સતી સુરસુંદરી. શ્રી કેવલી ભગવાને ગંભીર વાણી વડે ધર્મદેશના શરૂ કરી. પ્રથમ તો માનવદેહ કેટલે દુર્લભ છે એ બતાવ્યું અને જેને ધર્મના સિદ્ધાંત નહીં સમજનારાઓ ભક્ષ્યાભઢ્ય, કાયોકાયે, પિયા પેચ વિગેરે વિષમાં કેવી અજ્ઞાનતા ધરાવતા હોય છે તે વિસ્તારથી સમજાવ્યું. નાસ્તિકો અથવા તો શરીરસુખમાં જ સર્વસ્વ સમાઈ જાય છે એમ માનનારાઓ કે ખોટે પ્રલાપ કરે છે તેનું પૃથક્કરણ કરી જૈન ધર્મની મહત્તાને પ્રકાશ પ્રકટાવ્યું. નારકીય દુઃખેની પરંપરા સહન કરતો પ્રાણી - અને એમાંથી બચવા મનુષ્યમાત્રે ધર્મનું આરાધન શી રીતે - કરવું ઘટે તે એમણે સરસ શૈલીમાં નિરૂપ્યું. - ધર્મદેશના પૂરી થઈ એટલે અમરકેતએ શ્રી કેવલીભગવાનને પૂછ્યું: “હે મુનીંદ્ર ! અટવીની અંદર જન્મતાની સાથેજ કમલાવતીના પુત્રને કેણ હરી ગયું હશે ? અને એ પૂર્વભવના કયા વૈરનું પરિણામ હશે ? વળી હે ભગવન! એ કુમાર ક્યાં રહીને મેટે થયે હશે અને તે અમને કયારે મળશે ?" . * ઉપકાર બુદ્ધિએ એ પ્રશ્નના ખુલાસા કરતા શ્રી ? ભગવાન બોલ્યાઃ ધાતકીખંડ દ્વીપમાં–પશ્ચિમા ભરતક્ષેત્ર છે. તેની અંદર 5 બહુ પ્રાચીન અવરકંકા નામે એક નગરી છે. એમાં અંખડ નામે વણિક વસે છે. તેને અછુત્તા (અક્ષુબ્ધા) નામની ભાયી છે. તેને એક બીજાથી ચડે એવા સુંદર રૂપવાળા ત્રણ પુત્ર " નામ ચંદણ. તે ત્રણે પુત્રને અનુકમે લક્ષમી, સરસ્વતી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust