________________ (204) સતી સુરસુંદરી. આકાશમાં ઉડે તે ઘવકમાં વિદ્યાભ્રષ્ટ ખેચરીની જેમ પાણી ઉપર પાછી પછડાય. ઘવક છ છેડાયેલી નાગની જેમ yફાડા મારે તે ઘડી પછી શાસ્ત્રના શુદ્ધ અર્થની જેમ સીધા ગતિએ ચાલી જાય. કવચિત્ ધ્યાનમાં બેઠેલી ચેગિનીની જેમ શાંત નિશ્ચિંત બની ઉભી રહે તો કવચિત્ અરણ્યમાં ભૂલી પડેલી તરૂણીની જેમ મંદ મંદ ડગલા ભરે. કેઈ નવવધૂની જેમ ઘધકમાં એ કંપે છે તો ઘવક પછી વિધવાની માફક મોટા અવાજે આક્રંદ કરી મૂકે છે. કાચું માટીનું વાસણ, પાણીની અંદર જેમ ગળી જાય તેમ નૈકાનાં પાટીય એક પછી એક છૂટા પડવા લાગ્યા. નાવિકની ધીરજ ખૂટવા લાગી. મૃત્યુના ભયને લીધે એમની આંખમાં જળજળીયાં આવ્યા. કેટલાક વેપારીઓએ ધોતીયાના કછટાની અંદર સોનાની પાટા - છુપાવવા માં તે કેટલાકએ વહાણુના છુટા પડેલા પાટીઆ હાથ કરવા માંડ્યાં. કુળદેવતાની પ્રાર્થનાના સૂર ગુંજી રહ્યા. નાવિકોએ વહાણમાં ઘણોખરો માલ દરીયામાં ફેંકી દીધા. આખરે વહાણ ટૂટયું અંદર પાણી ભરાયું અને પાટીયાં બધાં જૂદા પદ્ધ ગયાં. સદ્દભાગ્યે મને એક પાટીયું મળી ગયું, પણ ભરદરીચામાં પાટીઆના આધારે તરવું એ કેટલું ભયંકર હોય છે, તેના કલ્પના અનુભવી સિવાય બીજું કંઈ કરી શકે નહીં. કોઈવાર માંછલાની પાંખ સાથે અફળાતાં પાટીયું નમી જાય, કૈઈવાર - મઘરમચ્છ જોતાં જ હાંજા ગગડી જાય-ઘી પછી શું થશે એની ચિંતામાં ને ચિંતામાં જ હું પાટીયાને ગમે તેમ કરી વળગી રહ્યો. કઈ કઈ વાર તે મઘરોના આઘાતથી છીપલીયે તૂટતી અને ટૂટેલી છીપલીઓમાંથી વિપરાતા અસંખ્ય મેતીએ મારી ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust