________________ ( 194) સતી સુરસુંદરી. એ નિમિત્તે એમણે મને પિતાની સમસ્ત વિદ્યાઓ આપી તેની સાધનાને ઉત્કૃષ્ટ વિધિ પણ બતાવ્યું. રત્નદ્વીપમાં વિદ્યાધએ બનાવેલાં, ભગ્ય આકૃતિવાળાં ઘણું મંદિર છે. જાણે રથી જ ચા બાંધ્યાં હોય તેમ તેની કાંતિ દિશાઓમાં ફરી વળે છે. મારા પિતાએ મને શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં જઈ નિર્મળ ચિત્ત–ભક્તિભાવે વિદ્યા સાધવાની સલાહ આપી; સાથે થોડા માણસો પણ લઈ જવાનું કહ્યું. શ્રી જિનેન્દ્ર " ભગવાનની પૂજા-વંદન કરવાને, હિંસા આદિ દેથી જેમ બને તેમ અળગા રહેવાને તેમણે મને ઉપદેશ આપે. વિદ્યાની સાધનામાં એવી નિર્મળતાની કેટલી જરૂર છે તે સમજાવ્યું. પ્રમાદને લીધે કઈં અકૃત્ય થઈ જાય તો તેનું પ્રાચશ્ચિત્ત કરવું પડે એમ પણ તેમણે મને કહ્યું. મેં એ સલાહ અથવા ઉપદેશને મારા હૃદયમાં સંઘર્યો. ઉપદેશ ઉપરાંત પિતાજીએ મને એક વીંટી આપી. એ વીંટી સમગ્ર દેશે તેમજ વિદને નિવારવામાં સહાયક થશે એમ સૂચવ્યું. વીંટી મેં હાથમાં પહેરી લીધી. * પિતાને પ્રણામ કરી હું રત્નદ્વીપમાં પહોંચે. સુંદર એકાંત સ્થળ જોઈ મેં બહુરૂપિણી આદિ વિવિધ પ્રકારની વિદ્યાઓ સાધવાને આરંભ કર્યો. છ મહિનાની અંદર બહુ રૂપ, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી, મોહનેત્યાદિની, આકર્ષણ, ઉન્મચિની, ઉચ્ચાટની, વશીકરણ આદિ વિદ્યાઓ સાધવા હું ભાગ્યશાળી બન્યું. - સાધનને અંતે એક દિવસે, રાત્રીના છેલા પ્રહરે જાણે કે ધરતી ધ્રુજતી હોય એમ મને લાગ્યું. દિશાઓમાંથી કારમી ચીસ સંભળાતી હોય, આકાશમાંથી અગ્નિ વરસતે હોય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust