________________ (184) સતી સુરસુંદરી. તમે અહીં જ રહે છે. દુરાચારી શત્રુંજય રાજાને પરાભવ કરવામાં મને બહુ વિલંબ નહીં લાગે.” મકરકેતુએ તત્કાળ વસુનંદક ખગ હાથમાં ગ્રહણ કર્યું અને આકાશમાગે ઉઠે ગયે. પ્રિયંવદાની સાથે હું વગરબેલ્થ એમની મંગળ-કામના કરી રહી. એક-બે દિવસ નીકળી ગયા પણ મારા પ્રાણવલ્લભ પાછા ન આવ્યા. એમણે કહ્યું હતું કે શત્રુંજય રાજાને પરાભવ કરવામાં બહુ સમય નહીં લાગે, છતાં જ્યારે પાછા ન વળ્યા ત્યારે સ્વભાવિક રીતે જ મારા ચિત્તમાં ઉદ્વિગ્નતા વ્યાપી. ક્ષણે ક્ષણે મારી ઉદ્વગ્નતા હજારગણું વધતી જતી હતી. એટલામાં જ એક અતિ વિકરાળ, અંધકારના અણુથી જ સજાએલે, વિકટ હાસ્ય હસતો એક વૈતાલ મારી સામે આવી ઉભે રહ્યો. એના માથાના અને મુખ ઉપરના વાળ જાણે કે ધગધગતી અગ્નિશીખા જેવા હતા. એના ઓષ્ઠ અને દાંતમાં એક હિંસક પ્રાણીની નિષ્ફરતા ભરી હતી. આંખે તે એટલી ઉડી ઉતરી ગએલી હતી કે જેણે મરૂદેશના ઉંડા કૂવા જોયા હોય તેને જ તેની ભયંકરતા સમજાય. ગળાને વિષે ધારણ કરેલી ફંડમાળા અટ્ટહાસ્ય કરતી હતી. કોઈપણ બાળક, સ્ત્રી કે પુરૂષ એને જુવે તે તેનું લેહી થીજી જાય. એ વૈતાલ મને કહેવા લાગ્યોઃ " અરે પાપી ! પરપુરૂષ. ઉપર આસક્ત થયેલી એવી તું અને પરસ્ત્રીમાં લુબ્ધ થયેલા એવા એ પાપિષ્ટ પુરૂષે–તમે બને જણાએ મને ખૂબ દુખ આપ્યું છે. પાપીણ કુમારને તે એને બદલે મળી ચૂક્યો છે, પણ હજી તારે તેનું ફળ ભોગવવાનું બાકી છે.” એ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust