________________ પ્રથમ પરિચ્છેદ. (13) બુદ્ધિ ને શકિતને ઉપગ કરે જ જોઈએ, માટે મને આપ સૌ રાજીખુશીથી રજા આપે. મને મારું ભાગ્ય અજમાવવા દે.” ધનદેવની વાત સાંભળી માતપિતાને વાત્સલ્યને અંગે બહુ દુઃખ થયું, પરંતુ તેઓ ધનદેવની યુકિત ને ઉસુકતાને કઈ સંતોષકારક જવાબ આપી શકયા નહીં. તેમણે કચવાતા દીલે પુત્રની માગણી મંજુર રાખી. એક દિવસે મંગલ મુહૂર્ત જોઈ ધનદેવે, ખૂબ કરીયાણું લઈ, હોટા સાથે સાથે કુશાગ્રપુર તરફ પ્રયાણ કર્યું. માર્ગ વિકટ હતે. ચેર ને લૂંટારાઓને ભય માથા ઉપર અહોનિશ ઝમતે. હેજ પણ રસ્તો ભૂલાય તે ભૂખ ને તરસને લીધે મુસાફરો હેતના હીંમાં જ જઈ પડે એવી રિથતિ હતી, છતાં ધનદેવ એ બધા ભયની વચ્ચે થઈને માર્ગ કાપવા લાગે. પણ જે ધનદેવ જેવા ભાગ્યશાળી ને પરાક્રમી પુરૂષે એમ સહેજે સિદ્ધિ મેળવે તે પછી તેમના ભાગ્ય ને પરાક્રમની કસેટી શી રીતે થાય ? વિદને ને આપત્તિઓ એવા પુરૂષને માટે રાહ જોતી જ બેઠી હોય છે. ધનદેવને હજી એ કસોટીમાંથી પસાર થવાનું હતું. ધનદેવ અને તેને સંઘ અનુક્રમે એક ગહન અટવામાં આવી પહોંચ્યા. અહીં વૃક્ષોની એટલી ગીચ ઘટા જામી હતી કે સૂર્યનાં કિરણ પણ માંડમાંડ પૃથ્વીને સ્પર્શ કરી શકતાં. પક્ષીઓનાં અવાજ કાને અથડાતાં પણ ઘનઘોર ઘટાને લીધે કયું પક્ષી કયાં બોલે છે તેનો નિરધાર થઈ શકતે નહીં. વાનરોના ટેળાં કૂદાકૂદ કરી માણસની મુંઝવણમાં વધારે કરતાં હતાં. કવચિત્ દૂરથી સંભળાતા ઘુવડના કર્કશ અવાજને લીધે અમંગળની આશંકા ઉપજતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust